રામાયણ અંગે ઢંઢેરામાં શું જાહેરાત થઈ ?
ભાજપના ઢંઢેરામાં સર્વક્ષેત્રિય વિકાસ અને બધા સાથે ન્યાયનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે અને સાથોસાથ ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં વધુ ફેલાવવા માટે પણ વચન આપવામાં આવ્યું છે. આજે આખું વિશ્વ ભારતીય સંસ્કૃતિ અપનાવી રહ્યું છે.
ઢંઢેરામાં એવું વચન અપાયું છે કે વિશ્વભરમાં રામાયણ ઉત્સવ મનાવવામાં આવશે અને તેના માટે ખાસ એક તંત્ર ઊભું કરવામાં આવશે. સરકાર બધા જ દેશોમાં ભારતીય નાગરિકોનો સહકાર લેશે અને રામાયણને આખા વિશ્વમાં ફેલાવી દેવામાં આવશે.
સાથોસાથ એવું વચન પણ અપાયું છે કે વિશ્વના સૌથી બીઝી ધાર્મિક સ્થળ બની ગયેલા અયોધ્યાનો વધુ વિકાસ કરવામાં આવશે. અયોધ્યા નગરીને વધુ આધુનિક બનાવવામાં આવશે. અત્યારે વિશ્વભરમાંથી યાત્રાળુઓ આવી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને વધુ સુવિધાઓ વિકસિત કરાશે.