સંયુક્ત રાષ્ટ્રમા ભારતે પાકિસ્તાનની શું કહીને ધોલાઈ કરી નાખી ? જુઓ
ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અરીસો બતાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર બેઠકમાં તેમણે કાશ્મીરનો ઉલ્લેખ કરતા જ ભારતે હાથ ખંખેરી લીધા હતા. ભારતે કાશ્મીર પરની ટિપ્પણી બદલ પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો હતો. ભારતે કહ્યું કે, ‘પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે. તે આંતરરાષ્ટ્રીય દાન (દાન) પર જીવે છે.’ મનાવ અધિકાર પર અમને લેકચર ન આપે કારણ કે પાકમાં માનવ અધિકાર ઉલ્લંઘનના મામલા અગણિત છે .
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 58માં સત્રની સાતમી બેઠકમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મદદ પર નિર્ભર એક નિષ્ફળ રાજ્ય ગણાવ્યું હતું. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ જ ત્યાંની સ્થિતિ વિશે ઘણું બોલે છે. પાકિસ્તાનના નેતાઓ તેમના સૈન્ય-આતંકવાદી સંકુલમાંથી જૂઠાણું ફેલાવવાનું ચાલુ રાખે તેમાં કોઈ આશ્ચર્ય નથી.’
પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી આઝમ નઝીર તરારે સંયુક્ત રાષ્ટ્રમાં દાવો કર્યો હતો કે, ‘કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેને રોકવું જોઈએ. તેમજ કાશ્મીરમાં લોકોના આત્મનિર્ણયના અધિકારનું હનન કરવામાં આવી રહ્યું છે.’
ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, ‘એ જોઈને દુઃખ થાય છે કે પાકિસ્તાનના નેતાઓ અને પ્રતિનિધિઓ તેમના સૈન્ય-આતંકવાદી સંકુલ દ્વારા ઉઠાવવામાં આવતા જૂઠાણા ફેલાવવાનું ચાલુ રાખે છે. પાકિસ્તાનઓઆઇસીની મજાક ઉડાવી રહ્યું છે. તે તેનો પોતાના મુખપત્ર તરીકે દુરુપયોગ કરી રહ્યું છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ કાઉન્સિલનો સમય એક નિષ્ફળ રાષ્ટ્ર દ્વારા વેડફાઈ રહ્યો છે, આથી આંતરરાષ્ટ્રીય દાન પર જીવતું પાકિસ્તાન લેક્ચર ન આપે.