સરકાર હવે તમારા મેસેજ રોકી શકશે
દુરસંચાર અધિનિયમ 2023નો અમલ શરૂ: સરકાર કટોકટીની સ્થિતિ કે નાગરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી અસ્થાયી રીતે દુરસંચાર નેટવર્કનું સંચાલન હાથમાં લઈ શકે છે
આજથી કનેક્ટીવીટીના નવા યુગનો પ્રારંભ થયો છે. ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023ના ભાગો બુધવારથી લાગુ થઈ ગયો હતો. આ સાથે સરકાર કોઈપણ નાગરિકના મેસેજને રોકી શકે છે. સરકાર કટોકટી અથવા નાગરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ્યુનિકેશન નેટવર્કના સંચાલનને અસ્થાયી રૂપે હાથમાં પણ લઈ શકે છે. નવા નિયમોમાં સિમની માલિકી પર દંડની જોગવાઈ પણ લાગુ થશે, પરંતુ સેટેલાઈટ સ્પેક્ટ્રમ ફાળવણી, ટેલિકોમ દ્વારા ગ્રાહકોની બાયોમેટ્રિક ઓળખ અને વિવાદોના ઝડપી સમાધાન જેવી જોગવાઇઓ પછીથી લાગુ કરવામાં આવશે.
નોટિફિકેશનમાં કહેવાયું છે કે, ટેલિકોમ્યુનિકેશન એક્ટ, 2023 હેઠળ કેન્દ્ર સરકાર આજની તારીખ તરીકે નિમણૂક કરે છે. જેના પર કલમ 1,2, 10 થી 30, 40, 42 થી 44, 46,47,50ની જોગવાઈ છે. 58, 61 અને 62 સુધી લાગુ પડશે. નિયમો જે આજથી અમલમાં આવશે. સરકારને રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો અથવા યુદ્ધની સ્થિતિમાં કોઈપણ અથવા તમામ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ અથવા નેટવર્કસનું નિયંત્રણ અને સંચાલન કરવાની મંજૂરી આપશે.
આ નવા નિયમોના અમલીકરણ સાથે યૂનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ ડિજિટલ ઈન્ડિયા ફંડ બની જશે. જેનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓની સ્થાપનાને ટેકો આપવાને બદલે સંશોધન અને વિકાસ અને પાયલોટ પ્રોજેક્ટ્સને નાણાં આપવા માટે કરી શકાય છે.
નવા નિયમોમાં ગ્રાહકોને સ્પામ અને દૂષિત સંદેશા વ્યવહારોથી બચાવવા માટે આદેશ પણ ઉમેરે છે. આ વિભાગોનો અમલ ટેલિકોમ નેટવર્કસ માટે બિન ભેદભાવ વિનાની અને બિન એકાધિકાર અનુદાનનો માર્ગ મોકળો કરશે અને કેન્દ્ર સરકારને સામાન્ય ચેનલો અને કેબલ કોરિડોર બનાવવા માટે સશક્તિકરણ કરશે. ટેલિકોમ્યુનિકેશન બિલ 2023, 18 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતો અને તે જ દિવસે રાજ્યસભા દ્વારા પણ પસાર કરવામાં આવ્યો હતો.