વડાપ્રધાન મંગળ-બુધ રશિયાની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૨ અને ૨૩ ઓક્ટોબર એમ બે દિવસ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણને માન આપીને બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લેવા રશિયા જઈ રહ્યા છે. આ વખતે આ સંમેલન રશિયાના કઝાન ખાતે મળવાનું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિકસના સભ્ય દેશો સાથે દ્વિપક્ષીય વાત કરી શકે છે.
આ સંમેલનમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ અમેરિકા જેવા દેશો સામેલ થશે. આ ઉપરાંત તાજેતરમાં જ ઈરાન, ઇથોપિયા, મીસ્ત્ર, સાઉદી અરબ અને યુ.એ.ઈ. બ્રીક્સનાં નવા સભ્ય બન્યા છે. આ સાથે જ બ્રિકસ વિશ્વની ૪૫ ટકા વસ્તી અને ૨૮ ટકા અર્થવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન બની ગયું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ બ્રિકસ સંમેલનમાં મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જીન્પીંગ પણ ભાગ લેવાના છે. આ પહેલા આ બંને નેતાઓ ઓગસ્ટ ૨૦૨૩માં દક્ષિણ આફ્રિકામાં મળેલા બ્રિકસ સંમેલનમાં મળ્યા હતા.