શું આપણાં શરીરની અંદર કરંટ હોય છે ?? શા માટે શિયાળામાં કોઈ વ્યક્તિ કે વસ્તુને અડવાથી અચાનક લાગે છે કરંટ ??
શિયાળો શરૂ થઈ ગયો છે. આ સિઝનમાં, જ્યારે તમે કોઈ વસ્તુ અથવા વ્યક્તિને સ્પર્શ કરો છો ત્યારે ઇલેક્ટ્રિક શોક લાગવો સામાન્ય છે. જેને સામાન્ય રીતે સ્ટેટિક ડિસ્ચાર્જ અથવા ઈલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જ (ESD) કહેવામાં આવે છે. તેની પાછળનું કારણ વાતાવરણમાં ભેજનો અભાવ અને શરીરમાં સ્થિર વીજળીનું સંચય છે. વાસ્તવમાં, જ્યારે ઇલેક્ટ્રોન એકઠા થાય છે ત્યારે શરીરમાં અથવા કોઈપણ પદાર્થમાં સ્થિર વીજળી બને છે. આવી સ્થિતિમાં, તમે કોઈપણ વ્યક્તિ અથવા વસ્તુને સ્પર્શતા જ તમને ઇલેક્ટ્રિક શોક લાગે છે.
કેમ લાગે છે કરંટ ?
શિયાળામાં આવી ઘટના વધારે બનતી હોય છે. ડોકટરના જણાવ્યા અનુસાર, આપણા શરીરની તમામ નસોમાં ઈલેક્ટ્રિકલ ગતિવિધિઓ થતી રહે છે. જેવી રીતે રીતે વિજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ તારની મદદથી જાય છે, તે રીતે નસોમાં ઈલેક્ટ્રિકલ ગતિવિધિઓ થતી રહે છે. સુરક્ષાના કારણોસર આ તાર પર કોપરનું કોટિંગ હોય છે. તેવી રીતે આપણી નસો પર કોટિંગ હોય છે.
મેડિકલ ભાષામાં નસો પરના કોટિંગને મ્યેલિથ શીથ કહેવામાં આવે છે. પણ ક્યારેક ક્યારે આ કોટિંગ કામ કરતું નથી. જ્યારે આપણુ શરીર લાંબા સમય માટે એક સ્થિતિમાં રહેતું હોય છે ત્યારે આવી સ્થિતિ બનતી હોય છે. તેને કારણે શીરરમાં ઈલેક્ટ્રોન્સ ડિસ્ટર્બ થઈ જતા હોય છે.આવા સમયે અચાનક કોઈનો સ્પર્શ કરવામાં આવે તો મ્યેલિન શીથ તરત એક્ટિવ થઈ જતા હોય છે અને શરીમાં કરંટ અનુભવાય છે.
આ સમસ્યાનું સમાધાન શું ??
- જ્યારે પણ તમે કોઈપણ ધાતુની વસ્તુને સ્પર્શ કરવા જાવ તો પહેલા તમારા પગથી જમીનને સ્પર્શ કરો, જેનાથી તમારા શરીરમાં એકઠા થયેલ સ્ટેટિક ચાર્જ દૂર થઈ જશે.
- આ સિવાય ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે મોઈશ્ચરાઈઝર અથવા લોશન લગાવો. આ શરીરમાં સ્થિર વીજળીના સંચયની શક્યતા ઘટાડે છે.
- તે જ સમયે, સુતરાઉ કપડાં પહેરવાથી સ્થિર વીજળીના સંચયની શક્યતાઓ પણ ઓછી થાય છે અને તમે હવામાં ભેજ જાળવી રાખવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.
- શરીરમાં વિટામિન બી12 બી6 અને બી1ની અછત હોવાને કારણે આ સમસ્યા થતી હોય છે. જો એક દિવસમાં વધારે પડતા જ ઝટકા લાગતા હોય તો ડોકટરની સલાહ લેવી જોઈએ
- જો તમે લાંબા સમય માટે એક જ સ્થિતિમાં બેઠા હોવ તો ઉઠતા પહેલા જમીન પર થોડીવાર માટે પગ મુકી રાખો, તેના કારણે શરીરમાં જમા ઈલેક્ટ્રોન ચાર્જ જમીનમાં જતો રહેશે અને ઝટકા લાગવાવી ઘટના નહિંવત થઈ જશે.