તેલંગણાના સીએમ કેવી રીતે ફસાયા ? વાંચો
કોણે મોકલી એમને નોટિસ
દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને સોમવારે સમન્સ જારી કર્યું હતું. . દિલ્હી પોલીસ 1 મેના રોજ રેવંતની પૂછપરછ કરશે. દિલ્હી પોલીસે રવિવારે (28 એપ્રિલ) આ મામલામાં એફઆઇઆર નોંધી હતી.
વાયરલ વીડિયોમાં શાહ એસસી-એસટી અને ઓબીસી માટે અનામત ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયો છે.
એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી અને બીજી ફરિયાદ આ એડિટેડ વિડિયો વાયરલ કરવા અંગે ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં એફઆઇઆર નોંધવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું કે આ મામલામાં રિતોમ સિંહની આસામમાંથી ધરપકડ કરવામાં આવી છે.
તેલંગાણાના સીએમને કેમ મોકલવામાં આવી નોટિસ?
દિલ્હી પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને તેમનો ફોન પણ લાવવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રેડ્ડીના ફોનની પણ તપાસ કરવામાં આવશે.
વાસ્તવમાં રેવંતે પોતાના એક્સ એકાઉન્ટમાંથી અમિત શાહનો ફેક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયો તેલંગાણા કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ સહિત પાર્ટીના ઘણા નેતાઓએ શેર કર્યો છે. જોકે હવે આ પોસ્ટ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવી દેવામાં આવી છે.