શેખ હસીના ભારતમાં રહેશે તો…બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના નેતાએ આપી ધમકી
બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના નેતાની ડંફાસ
હેડિંગ
શેખ હસીના ભારતમાં રહેશે તો
બંને દેશો વચ્ચે સબંધો બગડશે
પેટા
મોહમ્મ યુનુસે પણ એ મુદ્દે નારાજગી દર્શાવી
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતે કામચલાઉ આશ્રય આપતા બાંગ્લા દેશના મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનલ પાર્ટીને પેટમાં ચુંક ઉપડી છે અને ભારતનું એ વલણ બન્ને દેશો વચ્ચેના સુમેળભર્યા સબંધોમાં અંતરાયરૂપ બનશે તેવી ધમકી આપી છે.
એ પાર્ટીના ટોચના નેતા ગાયેશ્વર રોયએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ભારત અને બાંગ્લા દેશના લોકોને એક બીજા સામે કાંઈ વાંધો નથી.પણ ભારત જો શેખ હસીનાને આશ્રય આપશે તો પરસ્પરના સહકારની ભાવનાને માન આપવાનું મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા શેખ હસીનાની સરકારના વિદેશ મંત્રીએ ભારત શેખ હસીનાને ચૂંટણી જીતવામાં મદદ કરશે તેવું નિવેદન આપ્યું હતું. તેમણે સવાલ કર્યો કે ભારતે એક પક્ષને સમર્થન આપવું જોઈએ કે આખા દેશને? તેમણે વધુમાં કહ્યું કે અમારો દેશ નાનો છે.તબીબી સારવારથી લઈને અનેક ચીજ વસ્તુઓ માટે અમે ભારત પર આધાર રાખીને છીએ પણ સાથે જ તેની સામે ભારતને પણ ખૂબ મોટી આવક થાય છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી પહેલેથી જ ભારત વિરોધી અભિગમ ધરાવે છે. શેખ હસીનાના પતન સાથે એ પાર્ટી મુખ્ય રાજકીય પરિબળ તરીકે ઉભરી આવી છે. આ સંજોગોમાં તેના વરિષ્ઠ નેતાનું આ નિવેદન બંને બેસો વચ્ચેના તનાવપૂર્ણ સંબંધોનો નિર્દેશ કરે છે.
બીજી તરફ બાંગ્લાદેશની સેના પ્રેરિત કામચલાઉ પ્રધાનમંડળના વડા તરીકે 84 વર્ષના અર્થશાસ્ત્રી અને બેન્કર મોહમ્મદ યુનુસે પગ ગ્રહણ કર્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવી બંને દેશો વચ્ચે મૈત્રી ભર્યા સંબંધોની અપેક્ષા વ્યક્ત કરી હતી અને સાથે જ હિંદુઓ સહિતની લઘુમતીઓનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો. જો કે મોહમ્મદ યુનસે પણ શેખ હસીનાના ભારતના રોકાણને અયોગ્ય ગણાવ્યું હતું.અત્રે એ પણ યાદ કરવું જરૂરી છે કે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી એ શેખ હસીનાને બાંગ્લાદેશને પરત સોંપી દેવા ભારત સરકાર સમક્ષ માંગણી કરી હતી.એકંદરે શેખ હસીનાના ભારત રોકાણને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખતરાગ સર્જાવાના એંધાણ મળી રહ્યાં છે.
શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે અને ચૂંટણી પણ લડશે:પુત્રનો દાવો
શેખ હસીના હાલમાં તો ભારતના આશરે છે પરંતુ તેમનું ભાવી અનિશ્ચિત બન્યું છે. બ્રિટન અને અમેરિકામાં આશરે મેળવવાની સંભાવનાઓ ધૂંધળી બન્યા બાદ તેઓ યુએઈ અથવા સાઉદી અરેબિયામાં સ્થાયી આશ્રય મેળવી શકે છે તેવી ચર્ચા હતી.જો કે હજુ સુધી એ દિશામાં કોઈ પ્રગતિ થયાનું જણાતું નથી. આ અગાઉ તેમના પુત્ર સાજીબ વાઝેદે શેખ હસીનાએ રાજકારણમાંથી સન્યાસ લઈ લીધો હોવાની અને તેઓ કદી બાંગ્લાદેશ પરત નહીં ફરે તેવી જાહેરાત કરી હતી. પરંતુ અચાનક જ તેમણે યુ ટર્ન લઈ શેખ હસીના બાંગ્લાદેશ પરત પણ ફરશે અને ચૂંટણી પણ લડશે તેવી ઘોષણા કરી હતી.હાલ પૂરતું ભારત છોડવાનું કોઈ આયોજન ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.