ચૂંટણીમાં ડિજીટલ પ્રચારની બોલબાલા
ડિજિટલ એડવર્ટાઈઝિંગના જમાનામાં પાર્ટીની રણનીતિ અંગે અને કોણ, ક્યાં અને કેટલા પૈસા ખર્ચે છે તેના ઉપર રસપ્રદ અહેવાલ
નવી દિલ્હી
અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને મતદાનનો પહેલો તબક્કો પૂરો પણ થઇ ગયો છે. બધા રાજકીય પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જાહેરસભાઓ અને રોડ શો થઇ રહ્યા છે. અખબારો અને ટીવીમાં જાહેરાતોની ભરમાર ચાલી રહી છે ત્યારે CSDS એટલે કે સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્વારા એક રસપ્રદ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે આ અહેવાલમાં આ વખતે ડિજીટલ પ્રચાર ઉપર કેવી રીતે થઇ રહ્યો છે અને કઈ પાર્ટી કેટલો ખર્ચ કરે છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણી ભારતના ચૂંટણી ઈતિહાસમાં સૌથી કંટાળાજનક ચૂંટણી છે. 90ના દાયકાને યાદ કરો જ્યારે ચૂંટણી હોળીના તહેવાર કરતાં વધુ રંગીન હતી. લાઉડસ્પીકર્સનો ઘોંઘાટ, બેનરો અને પોસ્ટરોથી ઢંકાયેલી દરેક દીવાલ અને રેલીઓનો ઉન્માદ. આજે જાહેર સભાઓ યોજાઈ રહી છે પણ ગામના ચોકમા થતી ચર્ચાઓમાં એટલો ગરમાવો નથી. લોકોને ચૂંટણી સંબંધિત સમાચારોમાં પણ ઓછો રસ હોય છે.
તો શું તમે માનો છો કે ચૂંટણી પ્રચાર હવે નથી થઈ રહ્યો કે પહેલા જેટલા પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે? તે બિલકુલ એવું નથી. ચૂંટણી પ્રચારમાં ડિજિટલ જાહેરાતો પાછળ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે અને પ્રચાર સીધો જ ગામના ચોક અને શેરીઓમાં નહી પણ લોકોના મોબાઈલ ફોન પર પહોચી રહ્યો છે.
અગાઉ ચૂંટણી પ્રચારના કલાકો નક્કી કરવામાં આવ્યા હતા. રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડી શકાય નહીં. ડિજિટલ જાહેરાતો દ્વારા 24 કલાક પ્રચાર ચાલુ છે. જે લોકોને રાત્રે 12 વાગ્યા પછી પણ મોબાઈલ જોવાની આદત હોય તેઓ પણ આ પ્રમોશન જોઈ રહ્યા છે.
CSDSના આ અહેવાલમાં જણાવ્યું છે કે ડિજિટલ એડવર્ટાઈઝિંગના જમાનામાં કઈ પાર્ટીની રણનીતિ શું છે અને કોણ, ક્યાં અને કેટલા પૈસા ખર્ચ કરી રહ્યું છે.
ભાજપના નિશાના પર આંધ્ર અને ઓડિશા જેવા રાજ્યો
CSDS અનુસાર, આંધ્રપ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યો ભારતીય જનતા પાર્ટીના નિશાના પર છે. પાર્ટીએ તેના 50 ટકા સંસાધનો આંધ્રપ્રદેશ પર ખર્ચ્યા છે, જ્યારે તેના 39 ટકા સિસોર્સ ઓડિશામાં ખર્ચ કર્યો છે
આંધ્રપ્રદેશમાં લોકસભાની કુલ 25 અને ઓડિશામાં 21 બેઠકો છે. 2019 માં ભારતીય જનતા પાર્ટી આંધ્ર પ્રદેશમાં એક પણ બેઠક જીતી શકી ન હતી. ઓડિશામાં પાર્ટીને 8 બેઠકો મળી હતી.
ભાજપ આંધ્રમાં ટીડીપી અને પવન કલ્યાણની પાર્ટી સાથે ગઠબંધનમાં છે અને 6 સીટો પર ચૂંટણી લડી રહી છે. ઓડિશામાં પાર્ટી તમામ સીટો પર એકલી ચૂંટણી મેદાનમાં છે. પાર્ટીને આ વખતે બંને જગ્યાએ ફાયદો થવાની આશા છે.આ સિવાય ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં હિન્દી બેલ્ટના રાજ્યોમાં તેના 11 ટકા સંસાધનો ખર્ચ કર્યા છે.
ભાજપનું ધ્યાન લોકલ પર અને કોંગ્રેસનું ધ્યાન રાષ્ટ્રીય મુદ્દાઓ પર.
ભારતીય જનતા પાર્ટી ડિજિટલ પ્રચાર દ્વારા સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધ્યાન આપી રહી છે. જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ રાષ્ટ્રીય મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
CSDS અનુસાર, ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક મુદ્દાઓ પર 52 ટકા સંસાધનો ખર્ચ્યા છે. 48 ટકા સંસાધનો રાષ્ટ્રીય મુદ્દાઓ પર ખર્ચવામાં આવ્યા છે. ભાજપની સરખામણીમાં કોંગ્રેસે રાષ્ટ્રીય મુદ્દાઓ પર 86 ટકા અને સ્થાનિક મુદ્દાઓ પર 14 ટકા સંસાધનો ખર્ચ્યા છે.
સ્થાનિક મુદ્દાઓમાં, ભાજપે મુખ્યત્વે પક્ષના કાર્યકારી, પંચાયત અને વિધાનસભા સ્તરના મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. રાષ્ટ્રીય મુદ્દા હેઠળ પાર્ટીએ મોદીની ગેરન્ટી પર મહત્તમ ધ્યાન આપ્યું છે.
કોંગ્રેસે રાષ્ટ્રીય મુદ્દા હેઠળ પાર્ટીના મેનિફેસ્ટો પર 19 ટકા સંસાધનો ખર્ચ કર્યા છે. પાર્ટીએ તેના 15 ટકા સંસાધનો શાસક પક્ષો વિશે જણાવવા માટે ખર્ચ્યા છે.ભાજપે 75 ટકા પોઝિટિવ અને 25 ટકા નેગેટિવ પોસ્ટ કર્યું છે. કોંગ્રેસ દ્વારા 23 ટકા પોઝિટિવ અને 75 ટકા નેગેટિવ પોસ્ટ કરવામાં આવી છે.
ભાજપ 10 હજાર રૂપિયાથી ઓછી જાહેરાતો પર વધુ ખર્ચ કરી રહી છે
ભાજપ 10 હજાર રૂપિયાથી ઓછીની જાહેરાતો પર વધુ ખર્ચ કરી રહી છે. પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં તેના 80 ટકા સંસાધનો 10,000 રૂપિયાથી ઓછીની જાહેરાતો પર ખર્ચ્યા છે. ઓડિશામાં આ આંકડો 86 ટકા છે અને અન્ય રાજ્યોમાં તે 55 ટકા છે.
પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં 16 ટકા, ઓડિશામાં 10 ટકા અને અન્ય રાજ્યોમાં 25 ટકા ખર્ચ રૂ. 10,000 થી રૂ. 50,000 ની વચ્ચેની જાહેરાતો પર કર્યો છે. પાર્ટીએ આંધ્ર-ઓડિશામાં 4 ટકા અને અન્ય રાજ્યોમાં 19 ટકા સંસાધનો રૂપિયા 50 હજારથી વધુની જાહેરાતો પર ખર્ચ્યા છે.
બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે તેના તમામ સંસાધનો 50 હજાર રૂપિયાથી વધુની ડિજિટલ જાહેરાતોમાં ખર્ચી નાખ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ડિજિટલ એડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે. કોંગ્રેસે મેનિફેસ્ટો પર વધુ ફોકસ કર્યું છે.
કોંગ્રેસ-ભાજપ કયા હેશટેગ પર વધુ ફોકસ કરી રહ્યા છે?
આ ચૂંટણીમાં કોંગ્રેસ મુખ્યત્વે 4 હેશટેગ પર ફોકસ કરી રહી છે જ્યારે ભાજપ મુખ્યત્વે 7 હેશટેગ પર ફોકસ કરી રહ્યું છે. CSDS મુજબ, કોંગ્રેસને ભારત ભરોસા, યુવા ન્યાય, પહલી નોકરી પક્કી, અને યુવા રોશની વધુ ટ્રેન્ડમાં મળી રહી છે.
એજન્સી અનુસાર, કોંગ્રેસ આ હેશટેગ દ્વારા યુવાનો અને બેરોજગારોને અપીલ કરવા માંગે છે. તાજેતરના CSDS સર્વેમાં, 27 ટકા લોકોએ કહ્યું કે બેરોજગારી મુખ્ય મુદ્દો છે. 23 ટકા લોકોએ કહ્યું છે કે તેઓ મોંઘવારીના નામે વોટ આપશે.
ભાજપે બીજેપી ફોર ડેવલપમેન્ટ અને મોદીના પરિવાર જેવા હેશટેગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સિવાય ફરી એકવાર મોદી સરકાર અને અબ કી બાર 400 પાર હેશટેગને પાર્ટી વધુ ટ્રેન્ડ કરાવી રહી છે ભાજપ પણ ડિજિટલ પ્રચાર દ્વારા મોદીની ગેરન્ટીનો પ્રચાર કરી રહી છે
ભાજપ ઈમેજ દ્વારા વધુ ખર્ચ કરી રહી છે જ્યારે કોંગ્રેસ વીડિયો બતાવીને વધુ ખર્ચ કરી રહી છે.
ડિજિટલ પ્રચારમાં ભાજપ ઇમેજ ફોર્મેટ પર વધુ ખર્ચ કરી રહી છે જ્યારે કોંગ્રેસ વીડિયો ફોર્મેટ પર વધુ ખર્ચ કરી રહી છે. CSDS અનુસાર, ભારતીય જનતા પાર્ટીએ 94 ટકા પૈસા ઈમેજ ફોર્મેટ જાહેરાતો પર ખર્ચ્યા છે.ઇમેજ ફોર્મેટની આ જાહેરાતમાં પાર્ટીએ સૌથી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણ યોજનાઓના મુદ્દા ઉઠાવ્યા છે.
ભાજપે વીડિયો ફોર્મેટમાં 6 ટકા સંસાધનો ખર્ચ્યા છે. વિડિયો ફોર્મેટ માટેના કુલ સંસાધનોમાંથી 47 ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 12 ટકા શિક્ષણ પાછળ ખર્ચવામાં આવ્યા છે. કોંગ્રેસે તમામ પૈસા વીડિયો ફોર્મેટમાં ખર્ચ્યા છે. પાર્ટીએ 60 ટકા સંસાધનો રોજગાર પર અને 30 ટકા નોકરીની સુરક્ષા પર ખર્ચ્યા છે.