ગુરુવારે નવાં વર્ષનો પહેલો ગુરુપુષ્યામૃત યોગ
પુષ્ય નક્ષત્રને નક્ષત્રનો રાજા ગણવામાં આવે છે:ગુરૂવાર અને પુષ્ય નક્ષત્ર હોય તો ગુરુપુષ્યામૃતયોગ
કારતક વદ છઠ્ઠ ને ગુરૂવાર તારીખ ૨૧ નવેમ્બર ના દિવસ ના સવારે સૂર્યોદય ૭.૦૪ કલાકે થી બપોરે ૩.૩૫ સુધી ગુરૂપુષ્યામૃત યોગ છે આ દિવસે આ વર્ષનો પહેલો ગુરુપુષ્યામૃત યોગ છે. પુષ્ય નક્ષત્રમાં એવા ગુણ છે કે જે દરેક શુભ બાબતોમાં વૃદ્ધિ કરે છે, આથી જ પુષ્ય નક્ષત્ર ને નક્ષત્ર ના રાજા ગણવામાં આવે છે તેમાં પણ ગુરૂવાર અને પુષ્ય નક્ષત્ર હોય તો ગુરુપુષ્યામૃત યોગ ગણવામા આવે છે
આ દિવસે કરેલ દરેક પૂજા,પાઠ, જપ, તપ ઘણુ શુભ ફળ આપનાર બને છે ખાસ કરીને આ દિવસે ગુરુ મંત્રના જપ કરવા કુળદેવી ના જપ કરવા શ્રી યંત્ર ની પૂજા કરવી ઉત્તમ ફળ આપનાર બનશે આ દિવસે સોના ચાંદી ની ખરીદી કરવી નવા વાહનની ખરીદી કરવી જમીન મકાન વાહન ની ખરીદી કરવી ઉત્તમ ફળ આપનાર બનશે તે ઉપરાંત નવી દુકાનનું ઉદ્ઘાટન કરવું નવા વ્યાપારની શરૂઆત કરવી શુભ ફળ આપનાર બનશે તે ઉપરાંત પૂજાના સામાન ની ખરીદી કરવી લગ્ન જેવા શુભ પ્રસંગો ની ખરીદી કરવી ઉત્તમ રહેશે
આ દિવસે નાના બાળકોને સુવર્ણ પ્રાસન કરાવવામાં આવે છે જેનાથી નાના બાળકોને બુદ્ધિ શક્તિમાં વધારો થાય છે ,આ દિવસે લક્ષ્મીની પ્રાપ્તિ માટે સાકરવારુ દૂધ શ્રી સૂક્ત ના પાઠ બોલતા બોલતા અથવા તો ૐ મહાલક્ષ્મીયૈ નમઃ બોલી શ્રી યંત્ર ઉપર ચઢાવવું સ્થિર લક્ષ્મી ની પ્રાપ્તિ થશે તેમ શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)
ગુરુપુષ્યામૃત યોગ ના દિવસે ચોઘડિયા પ્રમાણે શુભસમય
સવારે શુભ ૭.૦૪ થી ૮.૨૭
બપોરે ચલ ૧૧.૧૧ થી ૧૨.૩૩
બપોરે લાભ ૧૨.૩૩ થી ૧.૫૫
બપોર અમૃત ૧.૫૫ થી ૩.૧૭
બપોરે અભિજીત મુહૂર્ત ૧૨.૧૧ થી ૧૨.૫૫