છૂટાછેડા લેનાર પરિણતા સાથે દુષ્કર્મ ગુજારી તરછોડી દીધી
રાજકોટની એક પરણિત મહિલા સાથે પ્રેમીએ લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ તરછોડી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જમનાનગર ૨, સહકાર મેઈન રોડઉપર રેટ મીતવિજયભાઈ કારેલીયા સામે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યોછે. ભોગ બનનારમહિલાએ પોલીસને જણાવ્યું કે ૨૦૦૧માં તેણે પ્રેમલગ્ન કર્યા હતા. જેલગ્નથી તેને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. પાંચેક વર્ષ પહેલા ફેસબુક મારફતે તેને મીત સાથે સંપર્ક થતાબન્ને મિત્રો બની ગયા હતા.
ત્યારબાદ બન્ને અવાર નવાર મળતા હતા. ફોન પરવાતો પણ કરતા હોય બન્ને વચ્ચેપ્રેમ થઈ ગયો હતો. બન્ને એકબીજા સાથે લગ્ન પણકરવા માગતા હતા.મહિલાના પતિ અને બાળકો બહાર જાય ત્યારે મીત મળવા આવતો હતો પતિને બન્નેના પ્રેમ સંબંધ અંગે જાણ થતાં પરણીતાએ મીત સાથે લગ્ન કરવાનાની વાત કરી હતી.
જેથી તમે મનેછુટાછેડા આપી દો. તેમ વાત કરતા પતિ છુટાછેડા આપવા સહમત થયો હતો. ગઈતા.૨૮/૮ના મિતે શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદગઈ તા.૩૦/૮ના તેણે નોટરી રૂબરૂ પતિ સાથે છુટાછેડા લીધા હતા અને મિતને મળી પતિને છુટાછેડા આપ્યા છે, હવે આપણેક્યારે લગ્ન કરવાના છે તેમ વાત કરતા મિતે લગ્નનો ઈનકાર કરી દેતા અંતે ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ થઈ છે.