પ્રતિક ગાંધી સાથે વેબ સિરીઝ ‘ગાંધી’માં જોવા મળશે હેરી પોર્ટર સ્ટાર
હંસલ મહેતાની વેબ સિરીઝમાં સ્ટાર ટોમ ફેલ્ટન સહિત અનેક હોલીવુડ કલાકાર નજરે પડશે
હંસલ મહેતા અને પ્રતિક ગાંધી વધુ એકવાર સાથે કામ કરી રહ્યા છે. આ વખતે બંને વેબ સિરીઝ ‘ગાંધી’ માટે સાથે આવ્યા છે. આ સિરીઝમાં અનેક હોલીવુડ સિતારાઓ પણ નજર આવશે. જેમાં સૌથી મોટું નામ ‘હેરી પોર્ટર’ સ્ટાર ટોમ ફેલ્ટનનું પણ છે.
હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત અપ્પલેઝ એન્ટરટેનમેન્ટ સિરીઝ ‘ગાંધી’નું ઘણી જ રસપ્રદ જગ્યાએ શૂટિંગ થઈ રહ્યું છે. જે એક દમદાર પિરિયડ ડ્રામા સિરીઝ છે. આ સિરિઝને ટોમ ફેલ્ટન નજરે પડશે જે હોલિવૂડની ખૂબ જ જાણીતી ફિલ્મ ‘હેરી પોર્ટર’માં જોવા મળ્યો હતો.
હંસલ મહેતાની સિરીઝ ‘ગાંધી’માં ટોમ ફેલ્ટન ઉપરાંત લિબ્બી માઈ, મૌલી રાઇટ, રાલ્ફ એડેનીયી, જેમ્સ મરે, લીંડન એલેક્ઝાન્ડર, જોનો ડેવિસ, સાઇમન લેનન જેવા સ્ટાર પણ જોવા મળશે. તમને જનઆવી દઈએ કે આ સિરીઝમાં પ્રતિક ગાંધી મહાત્મા ગાંધીના પાત્રમાં જોવા મળશે. જ્યારે કસ્તુરબા ગાંધીના રોલમાં ભામિની ઓઝા દેખાશે.
નિર્દેશક હંસલ મહેતાએ જણાવ્યું હતું કે, એક યુવા વ્યક્તિની દમદાર વાર્તા છે. જે આત્મ-ખોજ માટે યાત્રા પર નીકળે છે. જાણવા મળતી વિગતો પ્રમાણે ગાંધીજીએ તેમના જે વર્ષો લંડન અને દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યા તે સમયની આ વાર્તા છે.