“પંચાયત-3” ઓટીટી પર સૌથી વધુ જોવાયેલી હિન્દી વેબ સિરીઝના લિસ્ટમાં
રિયાલિટી શોમાં બિગ બોસ ઓટીટી-3એ મારી બાજી
આ વર્ષે ઓટીટી પર અનેક વેબ સેરિઝ અને ફિલ્મો રિલીઝ થઈ હતી. કેટલાકને ખૂબ જ સારા રિવ્યુ અને રેટિંગ મળ્યા છે તો કેટલીક વેબ સિરીઝ અને ફિલ્મોને પ્રતિસાદ મળ્યો નથી. આ વર્ષના પ્રથમ 6 મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ પર ક્યા શો, મૂવીઝ અને નોન સ્ક્રીપ્ટેડ શો સૌથી વધુ જોવામાં આવ્યો છે તેનો રિપોર્ટ સામે આવ્યો છે.
તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ આ વર્ષે tvfનો પંચાયત સિઝન-3 સૌથી વધારે જોવાયેલો શો બની ગયો છે. આ ઉપરાંત સંજય લીલા ભણસાલીની હિરામંડી, બિગ બોસ સિરીઝ-3 અને ઇન્ડિયન પોલીસ ફોર્સ પણ ટોપ 3મા છે. રિપોર્ટ પ્રમાણે પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ પંચાયત-3 તેની લોકપ્રિયતા અને અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. પંચાયત અત્યાર સુધીમાં સૌથી વધુ જોવાયેલી હિન્દી વેબ સિરીઝ બની ગઈ છે. આ શોને 28.2 મિલિયન વ્યુઝ મળ્યા છે.
આ ઉપરાંત સંજય લીલા ભણસાલીની હિરામંડી હિન્દી વેબ સિરીઝ બીજા ક્રમે રહી છે. જેને 20.3 મિલિયન વ્યુઝ મળ્યા છે. જ્યારે ત્રીજા સ્થાને રોહિત શેટ્ટીની ઇન્ડિયન પોલીસ ફોર્સ છે. જેને 19.5 મિલિયન વ્યુઝ મળ્યા છે. આ યાદીમાં ઓટીટી પર આવતા રિયાલિટી શો પણ આ યાદીમાં સામેલ છે. રીપોર્ટમાં સૌથી વધુ જોવાયેલા શોની યાદી પણ બહાર પાડવામાં આવી છે. જેમાં અનિલ કપૂરના ઓટીટી શો બિગ બોસ ઓટીટી-3એ બાજી મારી છે.
બિગ બોસ ઓટીટી-3એ કપિલ શર્માના રિયાલિટી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોને વ્યુઝના મામલામાં માત આપી દીધી છે. બિગ બોસ ઓટીટી-3ને 17.8 મિલિયન, ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોને 14.5 મિલિયન જ્યારે શાર્ક ટેન્ક ઇન્ડિયાને 12.5 મિલિયન વ્યરશીપ મળી છે.