ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-3 બુધવારે સાંજે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરવાનું છે. જો તે સફળ રહ્યું તો આ અંતરિક્ષમાં ભારતની એક મોટી ઉપલબ્ધિ બની જશે. કારણ કે દુનિયાનો કોઈ પણ દેશ હજુ સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ થયો નથી.
આ મિશનની સફળતા ચંદ્ર જળ બરફ[Lunar Water Ice] વિશે જ્ઞાનનો વિસ્તાર કરી શકે છે. જે કદાચ ચંદ્રમાના સૌથી મૂલ્યવાન સંસાધનોમાંથી એક છે. દુનિયાની અનેક અંતરિક્ષ એજન્સીઓ અને ખાનગી કંપનીઓ તેને ચંદ્રમા કોલોની, ચંદ્ર ખનન અને મંગળ ગ્રહ પર સંભવિત મિશનોની કૂંજી સ્વરૂપે જુએ છે.
ચંદ્રમા પર પાણીની સંભાવના
1960ના દાયકાની શરૂઆતમાં, પહેલા એપોલો લેન્ડિંગ અગાઉ વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે ચંદ્રમા પર પાણી હોઈ શકે છે. જો કે 1960ના દાયકાના અંત અને 1970ના દાયકાની શરૂઆતમાં એપોલો ક્રુ દ્વારા વિશ્લેષણ માટે પરત કરાયેલા નમૂના સૂકા જોવા મળ્યા.
2008માં બ્રાઉન યુનિવર્સિટીના રિસર્ચર્સે નવી ટેક્નોલોજી સાથે ચંદ્રના તે નમૂનાઓને ફરીથી ચકાસ્યા અને જ્વાળામુખીય કાંચના નાના મોતીઓની અંદર હાઈડ્રોજન હોવાનું જાણ્યું. 2009માં ઈસરોના ચંદ્રયાન-1 પર લાગેલા નાસાના એક ઉપકરણે ચંદ્રમાની સપાટી પર પાણીની ભાળ મેળવી.
એ જ વર્ષે નાસાના એક અન્ય તપાસ દળે ચંદ્રમાની સપાટી નીચે પાણીનો બરફ જાણ્યો. નાસાના પહેલા મિશન 1998ના લૂનર પ્રોસ્પેક્ટરમાં એ વાતનું પ્રમાણ મળ્યું હતું કે પાણીમાં બરફની સૌથી વધુ સાંદ્રતા (ભેજ) દક્ષિણ ધ્રુવના અંધારીયા ખાડામાં હતી.
ચંદ્રમા પર પાણી કેમ મહત્વપૂર્ણ છે?
વૈજ્ઞાનિક પ્રાચીન જળ બરફમાં રસ ધરાવે છે. કારણ કે તે ચંદ્ર જ્વાળામુખીઓ, ધૂમકેતુઓ અને ક્ષુદ્રગ્રહો દ્વારા પૃથ્વી પર પહોંચાડવામાં આવેલી સામગ્રી અને મહાસાગરોની ઉત્પતિનો રેકોર્ડ પ્રદાન કરી શકે છે. જો પાણીના બરફ પૂરતા પ્રમાણમાં હોય તો તે ચંદ્રમાની શોધ માટે પીવાના પાણીનો એક સ્ત્રોત હોઈ શકે છે અને ઉપકરણોને ઠંડા કરવામાં મદદ કરી શકે છે.
તેને ઈંધણ માટે હાઈડ્રોજન અને શ્વાસ લેવા માટે ઓક્સીજનનું ઉત્પાદન કરવા માટે તોડી પણ શકાય છે. જેનાથી મંગળ ગ્રહ કે ચંદ્ર ખનનના મિશનોને મદદ મળી શકે છે.
શું કોઈ દેશ ચંદ્ર પર કરી શકે છે સ્વામિત્વનો દાવો
1967ની United Nations Outer Space Treaty કોઈ પણ દેશને ચંદ્રમા પર સ્વામિત્વનો દાવો કરવાથી રોકે છે પરંતુ એવી કોઈ જોગવાઈ નથી જે વાણિજ્યિક પરિચાલનને રોકી શકે. ચંદ્રમાની શોધ અને તેના સંસાધનોના ઉપયોગ માટે સિદ્ધાંતોનો એક સેટ સ્થાપિત કરવાના અમેરિકી નેતૃત્વવાળા પ્રયાસ, આર્ટેમિસ સમજૂતિ પર 27 હસ્તાક્ષરકર્તા છે જેમાં ચીન અને રશિયાએ હસ્તાક્ષર કર્યા નથી.
દક્ષિણ ધ્રુવ કેમ પેચીદો છે?
ચંદ્રમાનો દક્ષિણ ધ્રુવ ચંદ્રના એ હિસ્સાની સરખામણીમાં ખુબ અલગ અને રહસ્યમયી છે જ્યાં અત્યાર સુધી દુનિયાભરના દેશો તરફથી સ્પેસ મિશન મોકલવામાં આવ્યા છે.
રશિયાનું લૂના 25 યાન આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું. પરંતુ રવિવારે પહોંચતા જ તે બેકાબૂ બની ગયું અને દુર્ઘટનાગ્રસ્ત થયું.
દક્ષિણ ધ્રુવ (ગત મિશનો દ્વારા લક્ષિત ભૂમધ્યરેખીય વિસ્તારથી ખુબ દૂર છે) ખાડા અને ઊંડી ખાઈઓથી ભરેલો છે. હવે જોવાનું એ રહેશે કે ઈસરોનું ચંદ્રયાન 3 મિશન શું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી શકે છે ખરા? બીજીબાજુ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચીન બંનેએ દક્ષિણ ધ્રુવ પર મિશનની યોજના ઘડેલી છે.