ખડગે, સોનિયા, રાહુલ સહિત કોંગ્રેસનાં 3 હજાર નેતાઓ-કાર્યકરો અમદાવાદ આવશે : એપ્રિલમાં 64 વર્ષ પછી AICCનું અધિવેશન મળશે
ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરવાના ઈરાદા સાથે આ વખતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં યોજવાનું નક્કી થયુ છે. આ આધીવેષણ આગામી ૮ અને ૯ એપ્રિલના રોજ મળશે અને તેમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના ૩૦૦૦ જેટલા નેતાઓ અને કાર્યકરો ઉપસ્થીર રહેશે. અત્યાર સુધીના ઈતિહાસમાં ગુજરાતમાં આ ત્રીજી વખત રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે. આ પહેલા ગુજરાતમાં AICCનું પહેલું અધિવેશન 1938માં બારડોલી નજીક હરિપુરા ખાતે યોજાયું હતું જ્યારે સરદાર પટેલે તેનું આયોજન કરવાની જવાબદારી લીધી હતી. બીજું અધિવેશન 1961માં ભાવનગરમાં યોજાયું હતું, જ્યારે નીલમ સંજીવ રેડ્ડી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના લોકો વતી પાર્ટી હાઇકમાન્ડનો રાજ્યમાં મહત્વપૂર્ણ સત્ર યોજવાનો નિર્ણય લેવા બદલ આભાર માન્યો હતો.
કોંગ્રેસે જાહેરાત કરી હતી કે તે 8 અને 9 એપ્રિલે ગુજરાતના અમદાવાદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું સત્ર યોજશે જેમાં ભારતીય જનતા પાર્ટી ની “જનવિરોધી” નીતિઓ દ્વારા ઉભા થયેલા પડકારો, બંધારણ પરના તેના કથિત હુમલા અને ભવિષ્ય માટે “રોડમેપ” તૈયાર કરવામાં આવશે.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે પાર્ટી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સંમેલન યોજવા માંગતી હતી પરંતુ તેમને બિનસત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે આ હેતુ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં.
આ અધિવેશન સત્ર 8 એપ્રિલે કોંગ્રેસ કાર્યકારી સમિતિ ની વિસ્તૃત બેઠક સાથે શરૂ થશે, ત્યારબાદ 9 એપ્રિલે AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે.આ અધિવેશનમાં કોંગ્રેસના હોદેદારો ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, વરિષ્ઠ પાર્ટી નેતાઓ અને AICCના અન્ય પ્રતિનિધિઓ હાજરી આપશે.