અમેરિકાની સહાયથી લદ્દાખ સીમા પર હવે ચીન ધ્રૂજશે : ભારતીય સેનાને મળશે સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ
ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સહયોગમાં એક મોટું પગલું લેવામાં આવ્યું છે અમેરિકી પ્રમુખ ટ્રમ્પના સૌજન્યથી ભારતીય સેના પાસે સૌથી મોટી તાકાત આવી જવાની છે અને તે ચીન અને પાકને ભારે પડી શકે છે. ભારતને આ બંને દેશ તરફથી જ હમેશા ખતરો રહે છે . આ વાહનનું ભારતમાં પણ ઉત્પાદન થવાનું છે .
ભારતીય સેનાને જલ્દી જ સ્ટ્રાઈકર ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ મળી જવાનું છે . આ એક યુધ્ધ વાહન છે અને ભારે ખતરનાક છે . એલએસી પર તેની ગર્જનાથી ચીન અને પાકિસ્તાન ધ્રુજી જવાના છે. મોદી અને ટ્રમ્પ વચ્ચેની મંત્રણા દરમિયાન આ મુજબની વાત થઈ હતી.

આ ફેસલાને ટ્રમ્પે અંતિમ રૂપ આપી દીધું છે . આ વ્હીકલ મળી ગયા બાદ ભારતીય સેનાને લદાખમાં ચીનની સેનાનો જોરદાર મુકાબલો કરવામાં ઘણી જ સહાયતા મળશે અને તેની મારક ક્ષમતા વધુ ધારદાર બની જશે તેમ માનવામાં આવે છે.
આ યુધ્ધ વાહન અતિ મુશ્કેલ વિસ્તારોમાં ખૂબ જ મહત્વની કામગીરી બતાવે છે . આ પહેલા યુક્રેન યુધ્ધમાં પણ આ વાહને પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન બધાને બતાવી દીધું છે. અહીં તેણે પહાડી અને બર્ફીલા વિસ્તારોમાં પ્રભાવક દેખાવ કર્યો હતો.
ભારતને આજે ઓછા વજનવાળા યુધ્ધ વાહનોની જરૂર છે. ચીની સેનાના લદાખમાં અડપલાં જાણીતા છે અને તેનો મુકાબલો કરવા માટે આ વાહન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ટ્રમ્પે બધી હકીકતોને નજરમાં રાખીને ભારતને આ એક વધુ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે .