ભારત-ઈંગ્લેન્ડ વનડે સિરીઝનું શેડ્યૂલ, સ્કવોડ અને સ્થળ લિંક પર ક્લિક કરીને જુઓ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. આ સિરીઝની શરૂઆત 6 ફેબ્રુઆરી, ગુરુવારથી થઈ રહી છે. વનડે સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ સહિત અનેક સ્ટાર્સ ખેલાડીઓ વનડે ફોર્મેટ માટે પાછા ફર્યા છે.
ત્યારે લાંબા સમય પછી ટીમ ઈન્ડિયા વનડે મેચ રમતી જોવા મળશે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024માં માત્ર 3 વનડે મેચ રમી હતી. ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા પછી શ્રીલંકામાં ફક્ત ત્રણ ODI રમી હતી.
6 ફેબ્રુઆરી 2025 – ભારત vs ઇંગ્લેન્ડ પ્રથમ વનડે – વિસીએ સ્ટેડિયમ, જામથા,નાગપુર – 1:30 PM IST
9 ફેબ્રુઆરી 2025 – ભારત vs ઇંગ્લેન્ડ બીજી વનડે – બરાબતી સ્ટેડિયમ, કટક – 1:30 PM IST
12 ફેબ્રુઆરી 2025 – ભારત vs ઇંગ્લેન્ડ ત્રીજી વનડે – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ – 1:30 PM IST
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ વનડે સિરીઝ માટે ટીમો:
ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંડ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.
ઈંગ્લેન્ડની ટીમ:
જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, બેન ડકેટ, જો રૂટ, ફિલિપ સોલ્ટ, જેમી સ્મિથ, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, માર્ક વુડ.
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ વનડે સિરીઝની લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ વિગતો :
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ વનડે સિરીઝ સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18 નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને જ્યારે ડિઝની+હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.