લોસ એન્જલસમાં દાવાનળની શું છે હાલત ? કેટલા મોત થયા ? જુઓ
મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લાગેલી આગ પાંચ દિવસ પછી પણ આજે એટલે કે શનિવાર સુધી સંપૂર્ણપણે કાબુમાં આવી નથી. આમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ જો બિડેન કહે છે કે ઘણા લોકો હજુ પણ ગુમ છે. બીજા પણ કેટલાક વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આગ બુઝાવવા માટે 1 હજાર કેદીઓને પણ કામે લગાડાયા છે. પાણીની તંગી પણ ઠી છે અને સ્થિતિ વધુ ભયાનક બની રહી છે .
આગથી કૂલ 11 ના મોત થયા છે પણ અધિકારીઓ એમ કહે છે કે મોતનો આંકડો વધુ પણ હોય શકે છે. આગ હવે પૂર્વ તરફ આગળ વધી રહી છે . કંટ્રોલ કરવામાં થોડીક જ સફળતા મળી છે . આખા પ્રાંતમાં કૂલ 6 વિસ્તારોમાં આગ લબકારા મારી રહી છે . વિશ્વનો શક્તિશાળી દેશ આગ સામે લાચાર દેખાય છે.
આગના સંકટ વચ્ચે, કેલિફોર્નિયાના સાન્ટા મોનિકા શહેરમાં લૂંટફાટ થઈ, ત્યારબાદ વહીવટીતંત્રે કર્ફ્યુ જાહેર કર્યો. આ કેસમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોસ્ટલ પેલીસેડસ તરફની આગ 8 ટકા જેટલી કાબુમાં આવી હતી તેવી જાણકારી શનિવારે અપાઈ હતી.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં આશરે રૂ. 4.30 લાખ કરોડ)નું નુકસાન થવાનો અંદાજ છે. અહીં આગ પર અમુક હદ સુધી કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ નિષ્ણાતોને ડર છે કે સપ્તાહના અંતે ફરીથી જોરદાર પવન ફૂંકાઈ શકે છે.
ગુરુવારે, લોસ એન્જલસ કાઉન્ટીમાં લગભગ 10 મિલિયન લોકોને ખોટા ફાયર એક્ઝિટ એલર્ટ મોકલવામાં આવ્યા હતા. શુક્રવારે પણ આ વલણ ચાલુ રહ્યું. આ અંગે, ઇમરજન્સી મેનેજમેન્ટ અધિકારીઓનું કહેવું છે કે સેલફોન ટાવરમાં આગ લાગવાને કારણે આ સમસ્યા થઈ રહી છે.