બાંગ્લાદેશમાં યુનુસ સામે હવે કેવા પડકારો આવી રહ્યા છે ? શું થયું ? વાંચો
બાંગ્લાદેશની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ભારત પ્રત્યે નફરતની આગમાં, ત્યાંની વચગાળાની સરકાર હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પરના હુમલા રોકવામાં નિષ્ફળ રહી છે. સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ છે. અરાજકતાવાદી તત્વો સર્વત્ર વર્ચસ્વ ધરાવે છે. આવી સ્થિતિમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સામે નારાજગી વધવા લાગી છે. મોહમ્મદ યુનુસની નીતિઓથી શાંતિ પ્રેમી લોકો ખુશ નથી. હવે તેની સામે પણ બળવા જેવી સ્થિતિ આકાર લેવા લાગી છે. ઘરનો દાઝ્યો વનમાં ગયો,.. ને વનમાં લાગી આગ ! જેવી સ્થિતિ યુનુસ માટે બની રહેલી દેખાય છે.
આ દરમિયાન એક મોટા નેતાએ પણ મોહમ્મદ યુનુસની ટીકા કરી છે. તે નેતા થોડા દિવસો પહેલા સુધી યુનુસની પ્રશંસામાં ગીતો ગાતો હતો. તે નેતા પૂર્વ પીએમ શેખ હસીનાના કટ્ટર વિરોધી પણ રહ્યા છે. પરંતુ, તેઓ હવે યુનુસની નિષ્ફળ સરકારથી કંટાળી ગયા છે. તેમણે કહ્યું છે કે બિનચૂંટાયેલી સરકાર લાંબા સમય સુધી સત્તામાં ન રહેવી જોઈએ. તેમણે તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ નેતાનું નામ મિર્ઝા ફખરૂલ ઈસ્લામ આલમગીર છે. તેઓ બીએનપીના મહાસચિવ છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, તેમણે એક ચર્ચામાં કહ્યું, “અમને સુધારા સામે કોઈ વાંધો નથી. પરંતુ હાલમાં સૌથી મોટો મુદ્દો બાંગ્લાદેશમાં અસ્થિરતા અને અરાજકતાનો છે. જો ચૂંટાયેલી સરકાર બનશે તો આ સમસ્યાઓ ઘણી હદે ઓછી થશે. આમ હવે
ચૂંટાયેલી સરકારે સુધારો કરવો જોઈએ
આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય પ્રેસ ક્લબ ખાતે રાષ્ટ્રીય ગણતાન્ત્રીક પાર્ટી ના જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું. ફખરુલે કહ્યું કે ચૂંટાયેલી સરકારને અસરકારક રીતે સમસ્યાઓ ઉકેલવાનો આદેશ છે. તેણે કહ્યું, “આપણે હંમેશા આને ધ્યાનમાં રાખવું જોઈએ. “અમે સુધારાને ટેકો આપીએ છીએ, પરંતુ અમે એ પણ માનીએ છીએ કે બિનચૂંટાયેલી સરકાર લાંબા સમય સુધી સત્તામાં ન રહેવી જોઈએ.”