મહારાષ્ટ્ર સરકારમાં શું નવો વિવાદ ઊભો થયો ? કોણ નારાજ ? જુઓ
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના નવા મંત્રીઓને સરકારી મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં હવે મંત્રીઓને આપવામાં આવેલા સરકારી મકાનને લઈને વિવાદ શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના કેટલાક મંત્રીઓને સરકારી બંગલાના બદલે સરકારી ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. જેના કારણે શિવસેના શિંદે જૂથના મંત્રીઓ નારાજ છે.
ભાજપના ટોચના મંત્રીઓને પોશ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે, જ્યારે શિવસેનાના કેટલાક કેબિનેટ મંત્રીઓને ફ્લેટ આપવામાં આવ્યા છે. બંને પક્ષના મંત્રીઓને આપવામાં આવેલા ફ્લેટની યાદી બહાર આવી છે. આ યાદી સરકારના આદેશ મુજબ છે.
ગાર્ડીયન મંત્રી મુદ્દે બબાલ મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં વિભાગોની વહેંચણી બાદ હવે ગાર્ડિયન મંત્રી પદની રાહ જોવાઈ રહી છે. મંત્રાલયો બાદ હવે ગાર્ડિયન મંત્રી પદને લઈને પણ એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીની વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આને લઈને અમુક જિલ્લામાં સંઘર્ષ ઝડપી થવાની આશંકા છે.
ગાર્ડિયન મંત્રી શું છે?
જિલ્લાના વિકાસ કામ નક્કી થાય છે મહારાષ્ટ્રમાં ગાર્ડિયન મંત્રી એક વિશિષ્ટ પદ હોય છે, જે રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લા માટે નોમિનેટ કરવામાં આવે છે. આ મંત્રી તે જિલ્લાના તંત્ર અને વિકાસ કાર્યો માટે જવાબદાર હોય છે. આ પદ રાજ્યમાં સુશાસન નક્કી કરવા અને જિલ્લાના સમગ્ર વિકાસમાં મદદ કરવાના હેતુંથી બનાવવામાં આવ્યુ છે. ગાર્ડિયન મંત્રી પોતાના જિલ્લામાં સરકારની યોજનાઓ અને નીતિઓનું કાર્યાન્વયન નક્કી કરે છે.