રાહુલ ગાંધી હાજીર હો..!! વીર સાવરકર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં લખનૌ કોર્ટે પાઠવ્યું સમન્સ
ઉત્તર પ્રદેશની લખનઉ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કથિત ભડકાઉ ભાષણ અને વીર સાવરકર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે કોંગ્રેસના નેતાને સમન્સ પાઠવ્યુંહતું અને 10 જાન્યુઆરી 2025ના રોજ હાજર થવા આદેશ આપ્યો હતો.
લખનૌની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 153(A) અને 505 હેઠળ ગુનો કર્યો હોવાના મામલે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. વકીલ નૃપેન્દ્ર પાંડેએ કોંગ્રેસ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને આક્ષેપ કર્યો હતો કે, ‘રાહુલ ગાંધીએ 17 ડિસેમ્બર 2022ના રોજ મહારાષ્ટ્રના આકોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વીર સાવરકરને ‘અંગ્રેજોના નોકર’ અને ‘પેન્શ લેનારા’ કહ્યા હતા.
નૃપેન્દ્ર પાંડેએ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ સમાજમાં દુશ્મનાવટ અને નફરત ફેલાવવાના ઇરાદાથી આવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તૈયાર કરાયેલા પત્રો પણ પત્રકારોને આપ્યા હતા, જે વિપક્ષ દ્વારા આયોજનબદ્ધ કૃત્ય દર્શાવે છે.
આમ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે અને સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે જ એમણે અદાલતમાં હાજર થવું પડશે. આમ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.