હાડ થિજાવતી ઠંડી: માઉન્ટ આબુમાં શૂન્ય, હિમાચલમાં માઇનસ ૧૨ ડિગ્રી
દિલ્હીમાં ૪.૯ સાથે ધ્રૂજારી: પંચમઢીમાં પણ પારો ૧.૮ ડિગ્રી પર પહોંચી ગયો: ઉત્તર ભારતના રાજ્યો ઠંડાગાર: કાશ્મીર-હિમાચલમાં બરફવર્ષા યથાવત
હિમાલયમાં હિમવર્ષા અને મેદાનો તરફ પવન ફૂંકાવાને કારણે સમગ્ર ઉત્તર ભારત ઠંડીની લપેટમાં છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હીમાં ઠંડા દિવસનું એલર્ટ છે. આ રાજ્યોમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે ગયો છે. હાડ થીજાવતી ઠંડી પડવાથી જનજીવન પર અસર દેખાઈ રહી છે. જ્યારે દિલ્હીમાં બુધવારે તાપમાન ૪.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.