પીસીબીના દારૂના ત્રણ દરોડામાં મહિલા સહીત ત્રણ પકડાયા: 3.69 લાખનો મુદામાલ કબ્જે
શહેરમાં પીસીબીની ટીમ દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ઘોસ બોલાવી રહી છે. ત્યારે પીસીબીની ટીમે વધુ ત્રણ દરોડામાં મહિલા સહીત ત્રણને પકડી પાડ્યા છે. દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે ચુનારાવાડ શેરી નં.3માં રહેતા મીનાબેન વિજયભાઇ રાઠોડને જાહેરમાં 26 દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ બીજા દરોડામાં બોલબાલા માર્ગ પર વિરાણી અઘાટ બાલાજી પ્રિન્ટ પાસેથી વિનોદનગર આવાસ યોજનામાં રહેતા ફારુક માજીદભાઇ સાંજીને 192 રૂા.19200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં આ દારૂનો જથ્થો તેમને જગદીશ દલા પરમારએ આપ્યો હોવાનું કહેતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ બીજા દરોડામાં કોઠારીયા ગામમાં આવેલા પાણીના ટાંકા પાસે શેરમાંથી મુળ ચોટીલાના ફુલજર ગામના વતની ભીમા મેરા મીરને અટકાવી તેની કારની તલાશી લેતા તેમાંથી 82 દારૂની બોટલ મળી આવી હતી. તેમની પાસેથી કુલ રૂા.3.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આમ કુલ ત્રણ દરોડામાં 3.69 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.