પોરબંદર: ગેંગસ્ટર રાજુ રાણા સામે બે નવી એફઆઈઆર નોંધાઈ
પોરબંદરના લીંબડા ચોકમાં મઢુલી પાન પાસે ગેંગસ્ટર રાજુ રાણા ઓડેદરાએ જાહેરમાં બખેડો કરી રસ્તા પર ચાલતા અનેક રાહદારીઓને માર મારી આંતક મચાવતા ચકચાર મચી ગઈ છે. ભૂતકાળમાં રાજુ રાણા સામે અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ ઘટના બાદ કીર્તિમંદિર પોલીસ સ્ટેશને રાજુ રાણા વિરુદ્ધ બે અલગ-અલગ ફરિયાદો નોંધી છે.