રાજકોટના વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં શૉટ આપનાર
રાજકોટના વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં શૉટ આપનાર
પીએસઆઈ સહિત 10ને કોર્ટમાં હાજર થવા ફરમાન
રૂ.૧.૫૦ કરોડનો હવાલો લઈ અમાનુષી ત્રાસ બદલ ઝોન 1 એલસીબી પોલીસની ટીમ સામે કોર્ટમાં ફરિયાદ રાજકોટ તા 7
રાજકોટ શહેર ઝોન 1 એલસીબી પોલીસના પીએસઆઇ સહિતના સ્ટાફે રૂ.૧.૫૦ કરોડનો હવાલો લઈ વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં શોર્ટ આપ્યા હોવાની અદાલતમાં ફરિયાદ નોંધાતા અદાલતે એલસીબી પોલીસના પી.એસ.આઇ સહિત ૧૧ વ્યક્તિને કોર્ટમાં હાજર થવા નોટિસ ફટકારી છે.
રાજકોટની ખોડિયાર એગ્રી ફલોર મીલ્સ પા. લી. કંપનીના મલિક રોહિત હેમતભાઈ ચંદાલાએ ધ્વની ઈન્ટરનેશનલના મલિક વિજયભાઈ તોતલમાલ મંગલાણી અને બાલાજી એકઝીમના મહેન્દ્ર ધરમશીભાઈ કગથરાને માલ વહેંચેલ તેના બદલામાં રૂપિયા લેવાના બાકી હતા. અને આ ધ્વની ઈન્ટરનેશનલ અને બાલાજી એકઝીમના માલીકે યશવંત રણછોડભાઈ સખીયા પાસેથી રૂા. ૧.૫૦ કરોડ વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ ચુકવતા હતા અને આ બાલાજી એકઝીમ અને ધી ઈન્ટરનેશનલએ ફરીયાદી રોહિત હેમંતભાઈ ચંદાલા માલરૂપિયા જમા કરાવ્યા હતા. જેનો હવાલો યશવંતભાઈ રણછોડભાઈ સખીયાએ રાજકોટ એલ.સી.બી. પોલીસના પીએસઆઈ ભરતભાઈ બોરીસાગરને હવાલો આપ્યો હતો. જેમાં પીએસઆઇ ભરતભાઈ બોરીસાગરે રોહિતભાઈ ચંદાલાને તા. ૩૧/૦૭/૨૦૨૩ ના રોજ ગોંધી રાખી અસહય માર મારી ગુપ્તાંગમાં ૧૦થી ૧૫ વખત શોર્ટ આપ્યા હોવાની રોહિત ચંદાલાએ રાજકોટની ચીફ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે અદાલતે હવાલકાંડમાં સંડોવાયેલા એલ.સી.બી.ના પી.એસ.આઈ. ભરતભાઈ બોરીસાગર સહિત ૮ પોલીસ કર્મી અને યશવંત રણછોડભાઈ સખીયા, દિલીપ રણછોડભાઈ સખીયા, નરેન્દ્રભાઈને તા. ૧૧/૦૮/૨૦૨૩ ના રોજ કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો હતો.