કુમારસ્વામીને ‘કાળિયો’ કહ્યા બાદ કર્ણાટકના કોંગી પ્રધાને માફી માંગી
કર્ણાટકના કેબિનેટ મંત્રી ઝમીર અહેમદ ખાને જેડીએસ ના વડા અને કેન્દ્રીય મંત્રી કુમાર સ્વામીની ત્વચાના રંગ ઉપર કટાક્ષ કરતાં જબરો વિવાદ થયો હતો. બાદમાં તેમણે માફી માગી હતી.
કર્ણાટકમાં ધારાસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન સીપી યોગેશ્વર નામના નેતા ભાજપમાંથી કોંગ્રેસમાં પરત ફર્યા તે પ્રસંગે તેમણે કહ્યું કે યોગેશ્વર અંગતકાળનોસર ભાજપમાં જોડાયા હતા પણ ત્યાં તેમને ફાવ્યું નહીં અને જેડીએસ માં તેઓ ‘ કાળીયા’
ને કારણે ન જોડાયા.
તેમણે કુમાર સ્વામીના ત્વચાના રંગની ઠેકડી ઉડાડતા ભારે વિવાદ થયો હતો. બાદમાં પત્રકારોને તેમણે કહ્યું કે હું અને કુમારસ્વામી ખૂબ જૂના મિત્રો છીએ. મે તેને પહેલી વખત કાળીયો નથી કહ્યો. વર્ષોથી કહેતો રહું છું. તેમણે કહ્યું કે મારી હાઈટ ઓછી છે એટલે કુમારસ્વામી મને બાંઠિયો કહે છે અને તેની ત્વચા નો રંગ કાળો છે એટલે હું તેને કાલીયા કહું છું. આ અમારી વચ્ચેનો વ્યવહાર છે. આમ છતાં તેમના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેમણે માફી માંગી હતી.