વાહનોના વેચાણમાં ક્યારે કેટલો ઘટાડો થયો ? જુઓ
દેશમાં ધીમી માંગને કારણે સપ્ટેમ્બરમાં વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે નવ ટકાનો ઘટાડો થયો છે. ઉદ્યોગ સંગઠન ફાડાએ સોમવારે આ જાણકારી આપી હતી. લાંબા સમય બાદ આ સ્થિતિ જોવા મળી છે. વાર્ષિક ધોરણે વેચાણમાં 19 ટકા ઘટાડો થયો છે. લોકોએ તહેવારોમાં પણ ખર્ચ ઘટાડી દીધો છે. લોકોએ બચત તરફ નજર કરી હોય તેવું દેખાય છે.
સપ્ટેમ્બરમાં કુલ રજિસ્ટ્રેશન ઘટીને 17,23,330 યુનિટ થયું હતું જે ગયા વર્ષના સમાન મહિનામાં 18,99,192 યુનિટ હતું. પેસેન્જર વાહનો અને ટુ-વ્હીલર સહિતની મોટાભાગની કેટેગરીમાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ મનીષ સી.એસ. “ગણેશ ચતુર્થી અને ઓણમ જેવા તહેવારો હોવા છતાં, ડીલરોએ અહેવાલ આપ્યો છે કે કામગીરી મોટાભાગે સ્થિર રહી છે,”
તેમણે જણાવ્યું હતું કે નજીકના મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને, ફાડાએ (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) ને નાણાકીય આંચકા ટાળવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી છે.
પેસેન્જર વાહનોનું વેચાણ સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 19 ટકા ઘટીને 2,75,681 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 3,39,543 યુનિટ હતું.
, “શ્રદ્ધા અને પિતૃ પક્ષ સાથે ભારે વરસાદ અને સુસ્ત અર્થવ્યવસ્થાએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી દીધી છે….” જ્યારે ગત નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં કોમર્શિયલ વાહનોની નોંધણી 4,80,488 યુનિટથી વધી છે.