ઇન્ટરનેશનલ મ્યુઝીક બેન્ડ્સ માટેનું ખુબ નબળું બજાર એટલે ભારત !! જાણો શા માટે ભારત આંતરરાષ્ટ્રીય કલાકારોને આકર્ષતું નથી ?
પશ્ચિમી સંગીત સાથે ભારતનો સંબંધ હંમેશા જટિલ રહ્યો છે. જ્યારે વિશ્વ નવા અને યુવા કલાકારોને સાંભળી રહ્યું છે, ત્યારે ભારત ભૂતકાળની જાળમાં અટવાયું છે. કોલ્ડપ્લે જેવું વર્લ્ડ ફેમસ બેન્ડ ભારતમાં ભીડ એકઠી કરી શકે છે અને ટીકીટ વેચી શકે છે. પરંતુ આ બ્રિટિશ બેન્ડ જેવા અપવાદને બાદ કરતા ભારતને અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય સંગીત માટે વાઇબ્રન્ટ માર્કેટ માનવામાં આવતું નથી.
કોલ્ડપ્લેની ઘટના
ભારતમાં કોલ્ડપ્લેના આગામી 2025 ના શોએ ઉત્તેજના પેદા કરી નાખી હતી. ચાહકો ટિકિટ મેળવવા માટે આતુર હતા. જબરજસ્ત માંગને કારણે વેબસાઇટ્સ ક્રેશ થઈ ગઈ, હજારો લોકો વર્ચ્યુઅલ કતારોમાં અટવાઈ ગયા. કેટલાક નિરાશ ચાહકોએ ઉકેલો પણ શોધી કાઢ્યા હતા – નજીકની હોટલોમાં રૂમ બુક કરાવ્યા જેથી તેઓ તેમની બારીઓમાંથી કોન્સર્ટ જોઈ શકે. ક્રિકેટ ચાહકો પણ સ્ટેડિયમની બહારના વૃક્ષો પરથી મેચ જોતા હોય છે ને. જો કે કોલ્ડપ્લેનો કોન્સર્ટ કેન્સલ થયો. ગેરકાયદેસર રીતે ટીકીટ વેચાવાનો આરોપ બુક-માય-શો ઉપર લાગ્યો. હવે આવતા વર્ષે કોન્સર્ટ થશે કે નહિ તે જોવાનું રહ્યું. હવે વાત માત્ર કોલ્ડપ્લેની ન કરતા બીજા ઇન્ટરનેશનલ બેન્ડની કરીએ તો એનું ભારતમાં કોઈ લેવાલ ખરું?
ગ્લોબલ મ્યુઝીક લેન્ડસ્કેપ: વધતી કિંમતો અને ચાહકોની અપેક્ષાઓ
આજના ગ્લોબલ કોન્સર્ટ માર્કેટપ્લેસમાં, ટિકિટની ઉંચી કિંમતો ઘણીવાર પુરવઠા અને માંગનું પ્રતિબિંબ હોય છે. જેમ કે કૅબ જેવી ઍપમાં વધતી કિંમતો. ઉદાહરણ તરીકે, બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનની 2023 યુએસ ટુર દરમિયાન કેટલીક ટિકિટો $5,000ની ભારે કિંમતમાં વેચાતી જોવા મળી હતી. આયોજકોનો તર્ક સરળ હતો: જો લોકો પૈસા ચૂકવવા તૈયાર હોય તો સ્ટેજ પર પરસેવો પાડતા સંગીતકારોને આ પૈસા કેમ ન આપવા જોઈએ?
જો કે, આ મોડેલ હંમેશા કામ કરતું નથી. બિલી ઇલિશ જેવા વૈશ્વિક સ્તરે પ્રખ્યાત કલાકારો પણ ઊંચી કિંમતની ટિકિટો સાથે સંઘર્ષ કરતા હોય છે. તેમના 2025 યુકે ટુરની જાહેરાત થઇ તો ચારસો પાઉન્ડની ટીકીટ વેચાતી નથી. આવી વીસંગતતાનું કારણ શું? મોટા સ્ટાર્સ ઉંચી રકમ વસૂલ કરી શકે છે, પરંતુ ટીકાત્મક વખાણ સાથે પણ નાના બેન્ડ ઘણી વખત હાઉસફૂલ થવા માટે સંઘર્ષ કરે છે. બ્રિટિશ બેન્ડ ‘ઈંગ્લિશ ટીચરે’ સ્વીકાર્યું કે તેઓ મર્ક્યુરી પ્રાઈઝ જીત્યા હોવા છતાં અને મોટા લેબલ સાથે કોન્ટ્રાક્ટ કરવા છતાં તેઓ તેમની કોન્સર્ટ ટુરમાંથી ખાસ પૈસા કમાતા ન હતા. ભારતીય અને એમાં પણ ખાસ કરીને ગુજરાતી કલાકારો તહેવારો એકમાત્ર એવી ઘટના છે જેમાં બધાને પુષ્કળ નફો મળી રહે છે.
પશ્ચિમી સંગીત સાથે ભારતની ક્રિયાપ્રતિક્રિયાનો અભાવ
ભારતમાં કોલ્ડપ્લેની પ્રચંડ લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સંગીત માટે એક વિશાળ માર્કેટ જેવું લાગે પણ હકીકતે તે બિનઉપયોગી છે. પરંતુ આ સરખામણી કે વાત જ અસ્થાને છે કારણ કે ઐતિહાસિક રીતે, ભારત ક્યારેય સમકાલીન વૈશ્વિક સંગીત માટે મુખ્ય મેદાન રહ્યું નથી. જ્યારે વેસ્ટર્ન દેશો 1990ના દાયકામાં નિર્વાના, પર્લ જામ અને બ્લરનો આનંદ માણી રહ્યું હતું, ત્યારે ભારત હજુ પણ પિંક ફ્લોયડ અને ક્વીન જેવા ક્લાસિક રોક બેન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. જ્યારે યુકે અને યુ.એસ.માં વૈકલ્પિક રોક મ્યુઝીક ઉપડ્યુ, ત્યારે સરેરાશ ભારતીય શ્રોતાઓ “અનધર બ્રિક ઇન ધ વોલ” અને “વી વિલ રોક યુ” તરફ વળ્યા હતા.
ભૂતકાળના સંગીત પ્રત્યે ભારતના વળગણનો અર્થ એ છે કે દેશને મોટા ભાગના મોટા આંતરરાષ્ટ્રીય બેન્ડ કે સંગીતકારો દ્વારા અવગણવામાં આવે છે. એલ્ટન જોન અને બિલી જોએલ જેવા પ્રતિષ્ઠિત લોકોએ અહીં ક્યારેય પરફોર્મ કર્યું નથી. 2012 સુધી ‘ગન્સ એન’ રોઝ’ ભારતમાં આવ્યા ન હતા, પરંતુ ત્યાં સુધીમાં તે બેન્ડમાં માત્ર ફ્રન્ટમેન એક્સલ રોઝ જ મૂળ લાઇનઅપમાંથી બચ્યો હતો. માઈકલ જેક્સનની 1996માં ભારતની ખૂબ જ પ્રચલિત મુલાકાત પણ વાસ્તવિક કોન્સર્ટ કરતાં રાજકારણી બાલ ઠાકરેના નિવાસસ્થાને તેમના સંક્ષિપ્ત વિરામ માટે વધુ યાદગાર બની.
શા માટે ભારત આંતરરાષ્ટ્રીય કલાકારોને આકર્ષતું નથી ?
કારણો બહુપરીમાણીય છે. પ્રથમ તો ભારતના પશ્ચિમી સંગીત શ્રોતા પ્રમાણમાં વિશિષ્ટ છે અને ઓછા છે. તેમની રુચિ નોસ્ટાલ્જીયા માટે વધુ છે. મોટાભાગના ભારતીયો કે જેઓ પશ્ચિમી સંગીત સાંભળે છે તેઓ નવા, અદ્યતન અવાજોને બદલે ટાઈમલેસ ક્લાસિક પસંદ કરે છે. બીજું કારણ એ કે આવા કોન્સર્ટમાં લોજિસ્ટિકલ પડકારો પ્રચંડ છે. જ્યારે પણ કોઈ મોટા કલાકાર ભારતની મુલાકાતે આવે છે, ત્યારે અમલદારો અને રાજકારણીઓ વચ્ચે મફત વીઆઈપી પાસ માટે સ્પર્ધા થાય છે. તેના કારણે ઇવેન્ટ આયોજકો બહુ હેરાન થાય છે.
અન્ય પરિબળમાં ભારતીય સંગીતનું પ્રભુત્વ ભારતીયો ઉપર ખાસ્સું છે, ખાસ કરીને ફિલ્મ સાઉન્ડટ્રેક અને પ્રાદેશિક હિટ સંગીત. એપી ધિલ્લોન અને દિલજીત દોસાંજ જેવા ભારતીય પોપ સ્ટાર્સ આંતરરાષ્ટ્રીય બેન્ડને ઢાંકી દેતા ભારે લોકપ્રિયતાનો આનંદ માણે છે. દેશી હિપ હોપ અને પંજાબી સંગીત યુવા પ્રેક્ષકોમાં નવીનતમ વૈશ્વિક રોક અથવા રેપ સોંગસ કરતાં વધુ આકર્ષણ ધરાવે છે. આખરે, ભારતનું સંગીત લેન્ડસ્કેપ ઇન્ટરનેશનલ મ્યુઝીક આર્ટીસ્ટ માટે અસ્પૃશ્ય રહે છે, સ્થાનિક સંગીતની રુચિ અને બોલિવૂડ મ્યુઝીકનો ભયંકર પ્રભાવ સરહદ પારના મ્યુઝીકને બહુ પ્રવેશવા દેતો નથી.
વૈશ્વિક સંગીત
વિશ્વના મુખ્ય સંગીત બજારો – લેટિન અમેરિકા, યુરોપ, જાપાન અને ઓસ્ટ્રેલિયા છે જે સતત ટોચના સ્તરના આંતરરાષ્ટ્રીય સંગીતજ્ઞને આકર્ષે છે. પરંતુ ભારત બહુ વસ્તી હોવા છતાં, વૈશ્વિક સંગીતમાં સમાન સ્તરે રસ પેદા કરી શક્યું નથી. 1990 ના દાયકામાં, જ્યારે ઓએસિસ અને પલ્પ જેવા બેન્ડ્સ વિદેશમાં એરવેવ્સ પર પ્રભુત્વ ધરાવતા હતા, ત્યારે આ જૂથોએ ભારતને તેમના પ્રવાસ માટે યોગ્ય સ્ટોપ માન્યું ન હતું. અત્યારે પણ, સુધરેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતી આવક હોવા છતાં, ભારત પાસે હજુ પણ ટોચના સ્તરના કલાકારોના સતત પ્રવાહને આકર્ષવા માટે જરૂરી નિર્ણાયક સમૂહ નથી.
ગ્રીન ડે, એક અમેરિકન પંક રોક બેન્ડ, 2025 માં ઇન્ડોનેશિયામાં પરફોર્મ કરશે, તે દેશમાં તેઓ અગાઉ પરફોર્મ કરી ચૂક્યા છે, પરંતુ બોમ્બે હજુ પણ તેમની સૂચિમાંથી બહાર છે. આ દર્શાવે છે કે ભારત, તેની વધતી જતી અર્થવ્યવસ્થા અને વૈશ્વિક આકાંક્ષાઓ હોવા છતાં, ઘણી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે મૂલ્યવાન કોન્સર્ટના સ્થળ તરીકે જોવામાં આવતું નથી.
આશા કે નિરાશા ?
ભારતમાં મ્યુઝીકનો માહોલ સાવ અંધકારમય નથી. દિલ્હી સ્થિત પીટર કેટ રેકોર્ડિંગ કંપનીએ સમગ્ર ઉત્તર અમેરિકા અને યુરોપમાં ભરચક સ્થળોએ પણ પોતું સંગીત પીરસ્યુ છ્હે. તેઓ એક સમયે ભારતીય સંગીતની નિકાસને વ્યાખ્યાયિત કરતા ફ્યુઝન અવાજો પર આધાર રાખ્યા વિના સુસંગત રહેવામાં સફળ થયા છે. વૈશ્વિક મંચ પર તેમની સિદ્ધિઓ એ છે કે જે સલમાન રશ્દીની મિડનાઈટ ચિલ્ડ્રન અથવા અરુંધતી રોયની ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સે ભારતીય સાહિત્ય માટે મેળવી હતી – એવી સફળતા બધાને મળતી નથી.
જો કે પીટર કેટ રેકોર્ડિંગ કંપની અપવાદ છે, નિયમ નહીં. જ્યારે ભારતીય પ્રેક્ષકો કોલ્ડપ્લે અને અન્ય રેટ્રો મ્યુઝીકને પસંદ કરી રહ્યા છે, ત્યારે વૈશ્વિક સંગીત અને ભારતીય શ્રોતાઓ વચ્ચેનું જોડાણ વધી રહ્યું છે. વિશ્વના મોટા ભાગના નવીન કલાકારો ભાગ્યે જ ભારતીય રડાર પર નોંધણી કરાવે છે, અને જે કોન્સર્ટ થાય છે તે ઘણીવાર નાના અને એલીટ વર્ગ માટે જ આરક્ષિત હોય છે.
ભારતની સંગીતની પસંદગીઓ બહારના લોકોને વિચિત્ર લાગી શકે છે, પરંતુ તેઓ નોસ્ટાલ્જીયા અને નવી શૈલીઓનું અન્વેષણ કરવાની અનિચ્છાથી ઘેરાયેલા છે. જ્યારે અન્ય દેશો નવા અવાજો અને નવા કલાકારોને સ્વીકારે છે, ત્યારે ભારત તેના સંગીતના ભૂતકાળ સાથે મજબૂત રીતે જોડાયેલું છે. એક અબજથી વધુ લોકોનો દેશ વૈશ્વિક સંગીત પ્રવાહમાં ભળી શક્યો નથી. જેમ જેમ ભારત અન્ય ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યું છે, તેમ તેમ અદ્યતન સંગીત સાથે જોડાવા માટેની તેની અનિચ્છા તેની સાંસ્કૃતિક રૂઢિચુસ્તતાની નિશાની છે એવું વિશ્વને લાગે છે.