“વાઈલ્ડ વાઇલ્ડ પંજાબ”નું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે જોઈ શકાશે Netflix પર
બ્રેકઅપ પછી સૌથી પહેલા શું કરવું?: મિત્રો સાથેની આ ટ્રીપ જોડી દેશે તૂટેલું દિલ
વોઇસ ઓફ ડે,
નેટફલિકસ એકવાર ફરીથી મિત્રોની મજેદાર વાર્તા લઈને આવી રહ્યું છે. મિત્રોની વાર્તા દેખાડનાર ફિલ્મ “વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ”નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તે જલ્દી જ નેટફલિકસ પર સ્ટ્રીમ થશે. નેટફલિકસે સોમવારે પોતાની નવી હિન્દી ફિલ્મ “વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ”નું ટ્રેલર રિલીઝ કર્યું હતું.
સિમરપ્રીત સિંહના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં દિલચસ્પ સ્ટાર કાસ્ટ છે. જેમાં ફુંકરે ફેમ વરુણ શર્મા અને મનજોત સિંહ, પત્રલેખા, સની સિંહ, જસ્સી ગિલ અને ઈશિતા રાજ સહિત ઘણા કલાકાર છે. જો તમારું દિલ તૂટયું છે અને તમે તમારા એક્સ પાર્ટનરને કહેવા માંગો છો કો કે તમે જીવનમાં આગળ વધી ગયા છો તો વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ તમને દેખાડે છે કે તે કઈ રીતે કરવું.
આ ફિલ્મનું પ્રીમિયર 10 જુલાઇએ નેટફલિકસ પર થશે. તેની શરૂઆત એક તૂટેલા દિલવાળા રાજેશ ખન્ના ઉર્ફ ખાન્ને (વરુણ શર્મા)થી થાય છે. જે પોતાની પૂર્વ પત્નીના પરિવારની સામે તેમનો સામનો કરવાનો નિર્ણય કરે છે. કારણ કે તે ચાર શબ્દ કહેવા માંગે છે કે, આઈ એમ ઓવર યુ. વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ ઉતાર ચઢાવથી ભરેલી એક મનોરંજક યાત્રા છે. આ એક રોડ ટ્રીપ પર નીકળેલા ચાર સારા મિત્રોની વાર્તા છે.