શું તમે પણ તમારો ફોન સ્વીચ ઓફ નથી કરતા ?? આ રીતે થઇ શકો છે સાયબર એટેકનો શિકર
સાયબર ફ્રોડ દિવસેને દિવસે વધી રહ્યા છે. સાયબર એટેક આજે કોઈ મોટી વાત નથી સાયબર ગઠીયાઓ દિવસેને દિવસે સાયબર એટેક કરવાના અલગ-અલગ કીમિયાઓ અજમાવતા હોય છે. દેશ અને દુનિયામાં દરરોજ સાયબર હુમલાઓ થઈ રહ્યા છે. સાયબર એટેક ક્યારે થશે અને કયા ઉપકરણ પર થશે તે કોઈને ખબર નથી ત્યારે હવે યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA) એ લોકોને સ્માર્ટફોન પર સાયબર હુમલા વિશે ચેતવણી આપી છે અને કેટલાક સૂચનો પણ આપ્યા છે જે નીચે મુજબ છે.
સાયબર હુમલાથી બચવા માટે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરો
જો તમને પૂછવામાં આવે કે તમે છેલ્લે ક્યારે તમારો મોબાઈલ સ્વીચ ઓફ કર્યો હતો તો કદાચ તમે કહી શકશો નહીં, પરંતુ શું તમે જાણો છો કે 24 કલાકમાં એકવાર સ્માર્ટફોનને સ્વીચ ઓફ કરવો ખૂબ જ જરૂરી છે. આ તમને સાયબર એટેકથી બચાવશે અને ફોનની લાઈફ પણ લાંબી થશે.
યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA) એ સાયબર હુમલાથી બચવા માટે કેટલાક સૂચનો આપ્યા છે, જેમાં સ્માર્ટફોનને બંધ કરવાનો પણ સમાવેશ થાય છે. હેકર્સ સતત તમારા ફોન પર નજર રાખે છે અને તમારી ગતિવિધિઓ પર નજર રાખે છે. આ સિવાય ક્યારેક હેકર્સ તમારા ફોનને રિમોટથી પણ કંટ્રોલ કરે છે.
તમે તમારો મોબાઈલ દિવસમાં એકવાર સ્વીચ ઓફ કરીને જ આ બધાથી બચી શકો છો, કારણ કે મોબાઈલ સ્વીચ ઓફ કરવાથી નેટવર્ક ખતમ થઈ જશે અને નેટવર્ક ખતમ થયા પછી હેકર્સ કંઈ કરી શકશે નહીં. તેથી સમય સમય પર તમારા સ્માર્ટફોનને સ્વીચ ઓફ કરવું વધુ સારું છે.
આ સિવાય તમારા ફોનને અપડેટ કરો અને એપ્સને પણ અપડેટ કરતા રહો. કોઈપણ થર્ડ પાર્ટી એપ સ્ટોર પરથી તમારા મોબાઈલમાં એપ્સ ડાઉનલોડ કરશો નહીં. રેલ્વે સ્ટેશન, એરપોર્ટ વગેરે જેવા સાર્વજનિક સ્થળોના નેટવર્કનો ઉપયોગ કરશો નહીં અને જો નેટવર્કનો ઉપયોગ કરવો હોય તો તે VPN સાથે કરો અને બ્લૂટૂથ પણ બંધ રાખો.