હાયર ઇન્ડિયાએ સુપર હેવી ડ્યુટી એર કંડિશનર્સની નવી સિરીઝ કરી લોન્ચ
હાયર (Haier) એપ્લાયન્સીસ ઈન્ડિયા એ તેની “સુપર હેવી-ડ્યુટી” એર કંડિશનરની લેટેસ્ટ રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. લેટેસ્ટ રેન્જ કંપનીના હેક્સા ઇન્વર્ટર અને સુપરસોનિક કૂલિંગ ટેક્નોલોજી હશે.
હેક્સા ઇન્વર્ટર એ નામ છે જે હાયર તેની સંપૂર્ણ ડીસી ઇન્વર્ટર ટેક્નોલોજીને આપે છે. ઇન્વર્ટર એર કંડિશનર્સ વધુ મોંઘા હોવા છતાં, તેઓ બિન-ઇન્વર્ટર AC ની તુલનામાં વધુ સારું પરફોર્મન્સ વધારે તાપમાન અને વીજળી પર વધુ બચત પ્રદાન કરે છે. હાયર દાવો કરે છે કે તેની ઇન્વર્ટર ટેક્નોલોજી નવી રેન્જને નોન-ઇન્વર્ટર ACની સરખામણીમાં 65 ટકા વધુ વીજળીની બચત કરે છે.
કંપનીએ એમ પણ કહ્યું કે નવા એર કંડિશનર્સનું સુપરસોનિક કૂલિંગ ફીચર “કન્વેશનલ એર કંડિશનર્સ” કરતાં 20 ગણી ઝડપી ઠંડકનો અનુભવ કરાવે છે. તેની પાસે “ફ્રોસ્ટ સેલ્ફ-ક્લીન” ટેકનોલોજી પણ છે જે હેલ્થી અને ચોખ્ખી હવા પહોંચાડવા માટે બનાવવામાં આવી છે.
હાયર હેવી-ડ્યુટી એર કંડિશનરની નવી સિરીઝ તમામ અગ્રણી સ્ટોર્સ પર ₹ 49,990 ની પ્રારંભિક કિંમત સાથે અવેલેબલ થશે. લોન્ચ ઓફરના ભાગરૂપે, કંપની ₹ 15,99 સુધીના ગેસ ચાર્જિંગ અને ₹ 8,000 સુધીનું કેશબેક, ₹ 1,500નું ફ્રી સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન અને 12 વર્ષ માટે કોમ્પ્રેસર વોરંટી સહિત 5 વર્ષની વ્યાપક વોરંટી પ્રદાન કરી રહી છે.