રોહિત શર્મા ICC વન-ડે ટીમ ઑફ ધ યરનો કેપ્ટન
કોહલી, શમી, સીરાજ, ગીલ, કુલદીપને પણ સ્થાન: ટેસ્ટ ટીમમાં અશ્વિન-જાડેજાનો સમાવેશ
રોહિત શર્માને આઈસીસીનો વર્ષનો સર્વશ્રેષ્ઠ વન-ડે આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે. આ ટીમમાં સ્ટાર બેટર વિરાટ કોહલી ઉપરાંત બોલર મોહમ્મદ શમી, મોહમ્મદ સીરાજ ઉપરાંત અન્ય બે ભારતીય ખેલાડીને જગ્યા મળી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)ના નિવેદન પ્રમાણે ટીમમાં જગ્ય બનાવનારા મહત્તમ ખેલાડી ફાઈનલમાં પહોંચેલી ભારત (રનર્સઅપ) અને ઓસ્ટે્રલિયા (ચેમ્પિયન) ઉપરાંત સેમિફાઈનલમાં જગ્યા બનાવનારી ન્યુઝીલેન્ડ અને આફ્રિકા ટીમના જ છે.
ઈનિંગનો પ્રારંભ કરવાની તક રોહિત અને શુભમન ગીલને આપવામાં આવી છે. રોહિતે પાછલા વર્ષે વન-ડે ફોર્મેટમાં બાવનની સરેરાશથી ૧૨૫૫ રન બનાવ્યા છે. ગીલે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ૨૦૮ રનની ઈનિંગ રમી અને ૧૫૮૪ રન સાથે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારો બેટર રહ્યો છે. ત્રીજા ક્રમે ઓસ્ટે્રલિયાના ટે્રવિસ હેડને જગ્યા મળી છે જેણે પાછલા વર્ષે સળંગ સારું પ્રદર્શન કર્યું અને ભારત વિરુદ્ધ ફાઈનલમાં ૧૩૭ રનની ઈનિંગ રમી હતી.
મીડલ ઑર્ડરમાં કોહલી, ન્યુઝીલેન્ડનો ડેરિલ મીશેલ ઉપરાંત આફ્રિકાનો હેનરિક ક્લાસેન અને માર્કો યાન્સેન સામેલ છે. બોલિંગ એટેકમાં સીરાજ, શમી અને કુલદીપ યાદવની ભારતીય ત્રિપૂટી ઉપરાંત ઓસ્ટે્રલિયાના એડમ ઝેમ્પાને જગ્યા મળી છે. ઝેમ્પાએ ૨૬.૩૧ની સરેરાશથી ૩૮ વિકેટ ખેડવી છે અને વર્લ્ડકપના સળંગ ત્રણ મેચમાં ચાર વિકેટ મેળવી હતી.
વન-ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન)-ભારત
શુભમન ગીલ-ભારત
ટે્રવિસ હેડ-ઓસ્ટે્રલિયા
વિરાટ કોહલી-ભારત
ડેરિલ મીશેલ-ન્યુઝીલેન્ડ
હેનરિક ક્લાસેન (વિકેટકિપર)-આફ્રિકા
માર્કો યાન્સેન-આફ્રિકા)
એડમ ઝેમ્પા-ઓસ્ટે્રલિયા
મોહમ્મદ સીરાજ-ભારત
કુલદીપ યાદવ-ભારત
મોહમ્મદ શમી-ભારત
ટેસ્ટ ટીમ
ઉસ્માન ખ્વાજા-ઓસ્ટે્રલિયા
દિમુથ કરુણારત્ને-શ્રીલંકા
કેન વિલિયસન-ન્યુઝીલેન્ડ
જો રુટ-ઈંગ્લેન્ડ
ટે્રવિસ હેડ-ઓસ્ટે્રલિયા
રવીન્દ્ર જાડેજા-ભારત
એલેક્સ કૈરી (વિકેટકિપર)-ઓસ્ટે્રલિયા
પેટ કમીન્સ (કેપ્ટન)-ઓસ્ટે્રલિયા
આર.અશ્વિન-ભારત
મીશેલ સ્ટાર્ક-ઓસ્ટે્રલિયા
સ્ટુઅર્ટ બ્રોડ-ઈંગ્લેન્ડ