ક્યારે છે ઉત્તરાયણ 14 કે 15 જાન્યુઆરી?, વાંચો
વર્ષ 2024માં મોટા તહેવારોની શરૂઆત મકર સંક્રાંતિથી થશે. વર્ષમાં 12 સંક્રાંતિ મનાવવામાં આવે છે પરંતુ મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નિકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે.
મકર સંક્રાંતિ પર કમુરતાની સમાપ્તિ થાય છે અને ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. તેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિની તારીખને લઈને લોકો વચ્ચે કન્ફ્યૂઝન છે, આવો જાણીએ મકર સંક્રાંતિ 2024મા ક્યારે છે, જાણો તારીખ, તિથિ અને સ્નાન-દાન મુહૂર્ત.
ક્યારે છે ઉત્તરાયણ 14 કે 15 જાન્યુઆરી ?
નવા વર્ષમાં મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2024ના, સોમવારે ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય સવારે 2 કલાક 54 મિનિટ પર મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર સંક્રાંતિને દેશભરમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે જેમ કે ઉત્તરાયણ, પોંગલ, મકરવિલક્કુ, માદ્ય બિહુ.
મકર સંક્રાંતિ 2024 મુહૂર્ત
શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ પર પવિત્ર નદીમાં સ્નાન કરી દાન કરવાથી પુણ્ય મળે છે.
- મકર સંક્રાંતિ પુણ્ય કાળ- સવારે 6.41- સાંજે 6.22 કલાક
- સમય- 11 કલાક 41 મિનિટ
- મકર સંક્રાંતિ મહા પુણ્ય કાળ- સવારે 6.41 કલાક, સવારે 8.38 કલાક
- સમય- 1 કલાક 57 મિનિટ
મકર સંક્રાંતિનું મહત્વ
ઉત્તરાયમને દેવતાનો શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે સ્વર્ગના દ્વાર ખુલે છે. ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઉત્તરાયણ અને શુક્લ પક્ષમાં દેહ ત્યાગે છે તેને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે. આ કારણ છે કે ભીષ્મ પિતાને બાણ લાગ્યા બાદ પ્રાણ ત્યાગવા માટે તેમણે ઉત્તરાયણ સુધી રાહ જોઈ હતી જેથી તેમને મોક્ષ મળી જાય. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવામાં આવે તો સાત જન્મોના પાપોથી મુક્તિ મળે છે.
આ સિવાય મકર સંક્રાંતિના દિવસે, તલ, અન્ન, ગોળ, વસ્ત્ર, ધાબળાનું દાન કરવાથી શનિ અને સૂર્ય દેવની કૃપા થાય છે. આ દિવસે તમે જે દાન કરો તે સીધુ ભગવાનને અર્પિત થાય છે.