દિવાળી રજામાં સહેલાણીઓ માટે ‘સૌરાષ્ટ્ર’રહ્યું ફેવરિટ: ખોડલઘામથી દ્વારિકા,સોમનાથ-સાસણમાં ચિક્કાર ભીડ
દિવાળીનાં વેકેશનમાં એક સપ્તાહની રજા આવતાં હરવાં ફરવાનાં શોખીનોએ નાના-મોટા પ્રવાસનો આનંદ માણ્યો હતો.ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સાથે સૌરાષ્ટ્રમાં આ વખતે પર્યટન સ્થળો ભરચકક રહ્યાં હતાં.જેમાં રાજકોટ નજીક આવેલા ખોડલધામ,વીરપુર,ખંભાલીડા,સાસણ ગીર,સોમનાથ, દ્વારિકા, ગિરનાર જૂનાગઢ,ચોટીલા સહિત સ્થળોએ લાખો સહેલાણીઓ ઉમટ્યા હતાં.
આ દિવાળીએ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને દિલ્હી, મુંબઈ સહિત અલગ અલગ રાજ્યોમાંથી પ્રવાસીઓ સૌરાષ્ટ્ર કચ્છના પ્રવાસે આવતા પ્રવાસન અને યાત્રા સ્થાનકો પર માનવ મહેરામણ ઉમટયું હતું.જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થઈ હતી.
ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેકેજ ઉપરાંત સ્થાનિક ટુરીઝમના પેકેજ કરતા ટ્રાવેલ એજન્ટો અને ખાસ કરીને ટેક્સીનાં ધંધાર્થીઓ માટે આ દિવાળી ચિક્કાર રહી છે. ફ્લાઈટ ઉપરાંત ટ્રેન દ્વારા પણ અનેક પ્રવાસીઓ સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં જોવા મળતા એશિયાટિક લાયન ને જોવા દેશના અલગ અલગ ખૂણેથી મોટી સંખ્યામાં લોકો ગીર પંથકમાં આવતા તમામ હોટલો અને રિસોર્ટ હાઉસફુલ થઈ ગયા હતા.
આ પણ વાંચો :શ્રેયસ અય્યર સિડનીની હોસ્પિટલમાં ICUમાં દાખલ : ત્રીજી ODI દરમિયાન કેચ પકડતાં થયો’તો ઇન્જર્ડ, પાંસળીમાં ઇજા
જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને દ્વારકાધીશ મંદિરએ દિવાળીના તહેવાર દરમિયાન દરરોજ લાખો ભાવિકોએ દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટના અહેવાલ મુજબ દિવાળીની રજામાં સાડા ત્રણ લાખથી વધુ ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા આ ઉપરાંત આજુબાજુમાં ત્રિવેણી સંગમ માં પણ લોકો ઉમટ્યા હતા. જ્યારે દ્વારકાધીશ દાદા ના દર્શન માટે તહેવારની આ રજામાં 4.65 લાખ લોકો આવ્યા હતા.આ વખતે જે લોકો બહારગામ ગયા ન હતા તેઓએ ફ્રેન્ડ્સ અને પરિવારજનો સાથે સેલ્ફ ડ્રાઇવ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રનાં આજુ બાજુના સ્થળોએ ફરવા નીકળી ગયા હતા.
