વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં કારખાનેદારની પત્ની સહિત બેના હાર્ટ એટેકથી મોત થતાં અરેરાટી મચી જવા પામી છે. વિગતો મુજબ 150 ફૂટ રિંગ રોડ ઉપર ઓમનગરમાં રહેતા જ્યોત્સનાબેન અરવિંદભાઈ કોઠીયા નામના 52 વર્ષના પ્રોઢા ગઇકાલ વહેલી સવારે પોતાના ઘરે હતા. ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા,એનએ હોસ્પિટલે ખસેડતા તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જ્યોત્સનાબેન કોઠીયાના પતિ કારખાનેદાર છે અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં મૂળ ખેડાના વતની અને હાલ રાજકોટના ઢોલરા ગામે જીવાભાઇ ભરવાડની વાડીએ ખેતી કામ કરતા રમેશભાઈ ચતુરભાઈ સેનવા નામના 50 વર્ષના આધેડને છાતીમાં દુખાવો થતાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.અને અહી ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.