સાઈના નેહવાલ ગંભીર બીમારીની પીડિત: ગમે ત્યારે લેશે સંન્યાસ
બીમારીને કારણે પ્રેક્ટિસ કરી શકતી નથી
ભારત માટે બેડમિન્ટનમાં પહેલો ઓલિમ્પિક મેડલ જીતનારી સાઈના નેહવાલ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ શકે છે. સાઈના ભારત માટે અનેક મેડલ જીતી ચૂકી છે પરંતુ ગંભીર બીમારીને કારણે તે સંન્યાસ લેવા માટે મજબૂર બની રહી છે. સાઈનાએ જણાવ્યું કે તે વાની બીમારીથી પીડિત છે જેના કારરે તેની તૈયારીઓ ઉપર અસર પડી રહી છે. હવે તે પહેલાંની જેમ પ્રેક્ટિસ કરી શકતી નથી. આ જ કારણ છે કે તે વર્ષના અંત સુધીમાં પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લેશે.
ગગન નારંગ સાથેની વાતચીતમાં સાઈનાએ કહ્યું કે મને ગઠિયો વા છે અને મારું કાર્ટિલેજ ખરાબ થઈ ચૂક્યું છે. આ જ કારણ છે કે આઠ-નવ કલાક સુધી રમત સાથે જોડાઈ રહેવું મારા માટે મુશ્કેલ બની ગયું છે. જો હું યોગ્ય રીતે તૈયાર જ નહીં કરી શકું તો પછી દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમી કેવી રીતે શકીશ ? મારે કોઈ પણ રીતે આ બીમારીને માનવી જ પડશે કેમ કે દુનિયાના ટોચના ખેલાડીઓને ટક્કર આપવી છે તો પછી માત્ર બે કલાકની પ્રેક્ટિસથી કામ ચાલશે નહીં.
ઉલ્લેખનીય છે કે સાઈના નેહવાલ લાંબા સમયથી બેડમિન્ટનથી દૂર છે. છેલ્લે તે સિંગાપુર ઓપનમાં રમી હતી જેમાં તે પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી.