સરફરાઝ ખાનના ભાઈ મુશીરનો ભયાનક અકસ્માત: માંડ માંડ બચ્યો
પિતાને પણ પહોંચી ઈજાઓ: ત્રણ મહિના સુધી ક્રિકેટ નહીં રમી શકે
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાન માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. મુશીરને ગરદનમાં વધુ ઈજા થઈ છે. તે પિતા નૌશાદ ખાન સાથે આઝમગઢથી લખનૌ જઈ રહ્યો હતો તે વખતે આ ઘટના બની હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મુશીરની કાર ચારથી પાંચ વખત પલટી મારી જતાં મુશીરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હવે મુશીરને વાપસી કરવામાં અંદાજે ત્રણ મહિના લાગી શકે છે. આ ઈજાને પગલે તે ઈરાની ટ્રોફીમાં પણ રમી શકશે નહીં. સરફરાઝ ખાનનો પરિવાર મુળ ઉત્તરપ્રદેશના આઝમગઢનો છે.
મુશીરે દુલિપ ટ્રોફી-૨૦૨૪માં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. પોતાની ડેબ્યુ મેચમાં જ મુશીરે ઈન્ડિયા બી' વતી ઈન્ડિયા
એ’ વિરુદ્ધ ૧૮૧ રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ૩૭૩ બોલનો સામનો કર્યો હતો.