રિયાન પરાગ દંડાયેા : ૧૨ લાખ ચૂકવવા પડશે
રાજસ્થાન રેાયલ્સે આઈપીએલ-૧૮ની ૧૧મી મેચમાં ચેન્નાઈને છ રને હરાવી જીતનું ખાતું ખેાલાવ્યું હતું. આ જીત છતાં રાજસ્થાન રેાયલ્સના કાર્યકારી કેપ્ટન રિયાન પરાગને દંડ ફટકારાયેા હતેા. દંડની આ કાર્યવાહી સ્લેા ઓવરરેટ બદલ કરાઈ હતી. તેણે ૧૨ લાખ રૂપિયાનેા દંડ ભરવેા પડશે. આઈપીએલે એક નિવેદનમાં કહ્યું કે આઈપીએલની ન્યુનત્તમ ઓવરગતિથી સંબંધિત આચારસંહિતા હેઠળ આ તેની ટીમની સીઝનમાં પહેલી ભૂલ હતી એટલા માટે રિયાન પરાગ ઉપર ૧૨ લાખનેા દંડ ફટકારાયેા હતેા. હવે રાજસ્થાનનેા આગલેા મુકાબલેા પાંચ એપ્રિલે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુલ્લાંપુરમાં થશે.