ભારતના પૂર્વ ખેલાડી ડેવિડ જૉન્સનનું નિધન
ભારતના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ડેવિડ જૉનસને બાવન વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમણે બેંગ્લોરમાં વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ૧૬ ઑક્ટોબર-૧૯૭૧ના જન્મેલા જૉન્સને ભારત વતી ૧૯૯૦ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હતું. તેણે ૧૯૯૬માં ઑસ્ટે્રલિયા વિરુદ્ધ ભારત વતી ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું નએ કરિયરમાં કુલ બે જ ટેસ્ટ રમી હતી. ડેવિડના અચાનક દુનિયાને અલવિદા કહેવાતા ભારતીય ક્રિકેટમાં શોક વ્યાપી જવા પામ્યો છે. ભારતના પૂર્વ હેડ કોચ અનિલ કુંબલેથી લઈ બોર્ડ સેક્રેટરી જય શાહ પૂર્વ ભારતીય દિગ્ગજને શ્રદ્ધાંજલિ પાઠવી છે.