બુમરાહના માથેથી નંબર વન બોલરનો તાજ છીનવતો રબાડા
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો અંતિમ મુકાબલો આવતીકાલથી શરૂ થશે તે પહેલાં જ ન્યુઝીલેન્ડ ટીમે શ્રેણી પોતાના નામે કરી લીધી છે. પૂના ટેસ્ટ બાદ આઈસીસીએ ટેસ્ટ રેન્કીંગ જાહેર કર્યું છે જેમાં કેગિસો રબાડાએ જસપ્રીત બુમરાહ પાસેથી નંબર વન બોલરનો તાજ છીનવી લીધો છે.
બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં ૯ વિકેટ લઈને રબાડાએ તરખાટ મચાવ્યો હતો. બીજી બાજુ બુમરાહ બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ એક પણ વિકેટ લીધી ન્હોતી જેના કારણે બે સ્થાનનું નુકસાન થતાં તે ત્રીજા ક્રમે આવી ગયો છે. આ સાથે જ રબાડાએ ઑસ્ટે્રલિયાના જોશ હેઝલવૂડ અને ભારતના આર.અશ્વિને ૨૦૧૯ની શરૂઆત બાદ પહેલી વખત નંબર વનનો ક્રમ હાંસલ કર્યો છે.