પાકિસ્તાનને ઘરમાં ઘૂસી રગદોળી નાખતું બાંગ્લાદેશ
બીજી ટેસ્ટમાં છ વિકેટે જીતી શ્રેણી ૨-૦થી કબજે કરી: ટેસ્ટ ઈતિહાસમાં પહેલી વાર બાંગ્લાદેશે પાકિસ્તાન સામે શ્રેણી જીતી
બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાન વિરુદ્ધ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ધમાકેદાર જીત હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો હતો. રાવલપિંડીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાને બાંગ્લાદેશને જીત માટે ૧૮૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે તેણે ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ શ્રેણીનો પ્રથમ મુકાબલો બાંગ્લાદેશે ૧૦ વિકેટે જીત્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશે પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસી ટેસ્ટ શ્રેણીમાં રગદોળી નાખ્યું હતું.
પાકિસ્તાનની બીજી ઈનિંગ માત્ર ૧૭૨ રને સંકેલાઈ ગઈ હતી. પહેલી ઈનિંગમાં ૨૬ રને છ વિકેટ પડી ગયા બાદ લિટન દાસની સદી અને મેહદી હસન મીરાજના ૭૮ રનની મદદથી બાંગ્લાદેશે ૨૬૨ રન બનાવ્યા હતા. પાકિસ્તાને આ ઈનિંગમાં ૨૭૪ રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે ૨૬૨ રન બનાવ્યા હતા. આ પછી પાકિસ્તાને બીજી ઈનિંગમાં ૧૭૨ રને ઢેર કર્યું હતું. આ રીતે પાકિસ્તાનને પહેલી ઈનિંગમાં ૧૨ રનની લીડ મળી હતી. ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાયેલી આ શ્રેણીની બન્ને ટેસ્ટ જીતીને બાંગ્લાદેશને કોઈ ફાયદો નહીં મળે પરંતુ પાકિસ્તાન ટીમને ફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળશે.
ટેસ્ટ ઈતિહાસમાં પહેલી વખત બાંગ્લાદેશે પાકિસ્તાને વિરુદ્ધ કોઈ શ્રેણી જીતી છે.