ધોની અધવચ્ચે જ કેપ્ટનશિપ છોડશે
આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. ૨૨ માર્ચે તેનો મુકાબલો બેંગ્લોર સામે છે. ધોનીએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે ટીમના ખેલાડી અંબાતી રાયડુએ દાવો કર્યો છે કે ધોની ટૂર્નામેન્ટમાં અધવચ્ચે જ કેપ્ટનશિપ છોડી શકે છે અને અન્ય ખેલાડીને ટીમની કમાન સોંપી શકે છે. એ વાતની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે કે ધોનીની આ છેલ્લી સીઝન હશે. ધોનીએ ૧૫ ઓગસ્ટ-૨૦૨૦ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે પરંતુ તે આઈપીએલ રમી રહ્યો છે. રાયડુએ કહ્યું કે ટૂર્નામેન્ટમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ પણ લાગુ છે આવામાં ધોની ખુદને પાછળ કરીને કોઈ અન્ય ખેલાડીને કેપ્ટન તરીકે પ્રમોટ કરી શકે છે.