ગંભીરના કોચ બનતાની સાથે જ કોહલી-રોહિત-જાડેજા-શમીની `વિદાય’ નિશ્ચિત
કોહલીને માત્ર વન-ડે, ટેસ્ટ તો શમીને માત્ર ટેસ્ટ પૂરતું જ ટીમમાં મળી શકે સ્થાન: રોહિત-જાડેજાનું પત્તું કાપી શકે ગંભીર
ગંભીરે મુકેલી તમામ શરતોનો બીસીસીઆઈએ સ્વીકાર કર્યાનો દાવો
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચના સ્વરૂપમાં પૂર્વ ઓપનિંગ બેટર ગૌતમ ગંભીરની નિયુક્તિ લગભગ પાક્કી થઈ ચૂકી છે. હાલના કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ ટી-૨૦ વર્લ્ડકપ બાદ પૂરો થઈ રહ્યો છે. આવામાં પૂરી શક્યતા છે કે જૂનના અંતિમ સપ્તાહમાં બીસીસીઆઈ ગંભીરની નિયુક્તિની સત્તાવાર જાહેરાત કરી દેશે. અહેવાલોની માનીયે તો ગૌતમ ગંભીર પોતાની શરતોના આધારે હેડ કોચ બનવા માટે તૈયાર થયો છે. બીસીસીઆઈ સામે અમુક ડિમાન્ડ મુકી છે જેનો બોર્ડે સ્વીકાર કર્યા બાદ જ ગંભીરે કોચ બનવા માટે તૈયારી દર્શાવી છે.
૪૨ વર્ષીય ગંભીરની આગેવાનીમાં જ કોલકત્તા નાઈટ રાઈડર્સે ૧૦ વર્ષના દુકાળનો અંતમ આણી ૨૦૧૪ બાદ ફરી આઈપીએલ ટ્રોફી જીત્યું હતું. હવે ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા જઈ રહ્યા છે ત્યારે એ તો નક્કી છે કે ટીમમાં મોટા ફેરફારો થશે. આક્રમક વલણ ધરાવતાં દિલ્હીના આ પૂર્વ ખેલાડીના આવ્યા બાદ ચાર ખેલાડીઓની વિદાય નિશ્ચિત છે.
આ ખેલાડીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. કોહલીની વાત કરીયે તો તેને માત્ર ટેસ્ટ અને વન-ડેમાં જ જાળવી રખાશે. જ્યારે ટી-૨૦માં તેને પડતો મુકવામાં આવી શકે છે. આ જ રીતે રોહિત શર્માને ત્રણેય ફોર્મેટમાંથી વિદાય અપાઈ શકે છે. આમ પણ છેલ્લા ઘણા વર્ષોથી રોહિતનું ટી-૨૦માં પ્રદર્શન અપેક્ષા અનુરૂપ રહ્યું નથી. રવીન્દ્ર જાડેજા લાંબા સમયથી વ્હાઈટ બોલ ફોર્મેટમાં પ્રદર્શન વગર જ ભારતીય ટીમમાં પસંદગી પામી રહ્યો છે. ૨૦૨૨ ટી-૨૦ વર્લ્ડકપ, ૨૦૨૩ વન-ડે વર્લ્ડકપ અને હાલના ટી-૨૦ વર્લ્ડકપમાં જાડેજાએ નિરાશ જ કર્યા છે. રવીન્દ્ર હવે ટેસ્ટ રમવા યોગ્ય જ રહ્યો છે અને તે પણ ભારતની પીચ હોય તો જ એટલા માટે ગંભીરના કાર્યકાળમાં તેના કરિયરનો અંત આવી શકે છે. મોહમ્મદ શમીને લઈને પણ ગંભીર પાસે સ્પષ્ટ પ્લાન છે. ગંભીર શમીને માત્ર ટેસ્ટમાં જ રમાડવા માંગે છે સાથે જ ૨૦૨૭ વન-ડે વર્લ્ડકપ પણ તેના રડારમાં છે.
ગંભીરે મુકેલી શરતો
- ટીમ ઈન્ડિયા પર સંપૂર્ણ કંટ્રોલ
- સપોર્ટિંગ સ્ટાફ પસંદ કરવાની આઝાદી
- ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫માં સીનિયર પ્લેયર્સને છેલ્લી વાર તક
- ટેસ્ટની ટીમ ઈન્ડિયા સંપૂર્ણ અલગ
- ૨૦૨૭ વર્લ્ડકપ માટેના રોડમેપની અત્યારથી જ