કોપા અમેરિકા: આર્જેન્ટીએ સળંગ બીજી વાર ટ્રોફી જીતી
માર્ટિનેઝે ફટકાર્યો મેચવિનિંગ ગોલ: મેસ્સી ઈજાગ્રસ્ત થતાં મેદાન છોડવું પડ્યું’ને પછી રડ્યો
આર્જેન્ટીનાએ સળંગ બીજી વખત કોપા અમેરિકા ટ્રોફી પોતાના નામે કરી છે. કોલંબિયા વિરુદ્ધ ફાઈનલ મુકાબલો નિર્ધારિત સમય સુધી ૦-૦ની બરાબરી પર હતો. પ્રથમ એકસ્ટ્રા હાફમાં બન્ને ટીમ ગોલ કરી શકી ન્હોતી પરંતુ ૧૧૨મી મિનિટમાં આર્જેન્ટીના માટે લૌટારો માર્ટિનેઝે ગોલ કર્યો હતો. અંત સુધી આ લીડ યથાવત રહી અને મેસ્સીની ટીમ ૧-૦થી જીતીને ચેમ્પિયન બની હતી.
આર્જેન્ટીનાએ ૧૬મી વખત ટૂર્નામેન્ટને પોતાના નામે કરી છે. ૨૦૨૧માં ટીમે બ્રાઝીલને ફાઈનલમાં મુકાબલામાં હરાવી હતી. આ મુકાબલાના સેક્નડ હાફમાં લિયોનેલ મેસ્સીને પગમાં ઈજા થતાં ૬૬મી મિનિટે તેણે મેદાન છોડવું પડ્યું હતું અને પછી બેન્ચ પર બેસીને તે રડી રહ્યો હતો. મેસ્સીના કરિયરની આ ચોથી આંતરરાષ્ટ્રીય ટ્રોફી છે. ૨૦૨૧માં કોપા અમેરિકાના રૂપમાં જ તેણે પોતાની પ્રથમ ટ્રોફી જીતી હતી. ૨૦૨૨માં યૂરો અને કોપા અમેરિકાના વિજેતા વચ્ચે રમાનારી આર્ટેમિયો કપ ઉપર પણ આર્જેન્ટીનાએ કબજો કર્યો હતો. એ વર્ષે મેદસ્સીએ પ્રથમ ફીફા વર્લ્ડકપ જીત્યો હતો. હવે મેસ્સીના કેબિનેટમાં વધુ એક આંતરરાષ્ટ્રીય ટ્રોફી આવી ચૂકી છે.