એક સપ્તાહમાં જ હાર્દિક પાસેથી છીનવાયેા તાજ
૩ જૂલાઈએ આઈસીસીએ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય રેન્કીંગ જાહેર કર્યું હતું. ટી-૨૦ વર્લ્ડકપમાં પેાતાના ઑલરાઉન્ડ પ્રદર્શનના દમ પર હાર્દિક પંડ્યા નંબર વન ઑલરાઉન્ડર (ટી-૨૦) બન્યેા હતેા પરંતુ એક સપ્તાહમાં જ તેની પાસેથી તાજ છીનવાઈ ગયેા છે. હાર્દિકે શ્રીલંકાના હસારંગાને પાછળ છેાડી આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. જો કે ૧૦ જૂલાઈએ આઈસીસીએ જાહેર કરેલા રેન્કીંગમાં ફરી હસરંગા નંબર વન બની ગયેા છે અને હાર્દિક બીજા ક્રમે પહોંચ્યેા છે. હસારંગાના રેટિંગ પેાઈન્ટ ૨૨૨ છે જ્યારે હાર્દિકના ૨૧૩ છે. ત્રીજા નંબરે ઑસ્ટે્રલિયાનેા માર્કસ સ્ટેાઈનિસ છે અને ચેાથા નંબરે ઝીમ્બાબ્વેનેા સીકંદર રજા છે. પાંચમા નંબરે બાંગ્લાદેશનેા શાકિબ હસ છે. આ યાદીમાં અક્ષર પટેલ ૧૨મા ક્રમે છે.