અફઘાન-ન્યુઝી. ટેસ્ટનો ચોથો દિ’ પણ ધોવાયો
૧૩૮ વર્ષમાં આઠમી વખત બનશે ઘટના: ગ્રેટર નોઈડા સ્ટેડિયમના નામે નોંધાશે શરમજનક રેકોર્ડ
અફઘાન-ન્યુઝીલેન્ડ વચ્ચે ગ્રેટર નોઈડામાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચનો ચોથો દિવસ પણ રદ્દ થયો હતો. ચોથા દિવસની રમત રદ્દ થવાનું કારણ પણ વરસાદ અને ગ્રાઉન્ડ ભીનું રહેવાનું જ હતું. હવે આ ટેસ્ટ મેચ ઈતિહાસના એ પાનામાં નોંધાવાની નજીક છે જે એક પણ બોલ ફેંકાયા વગર રદ્દ થઈ ગઈ હોય. ૧૮૯૦થી અત્યાર સુધી આવું સાત વખત બન્યું છે. અફઘાન-ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચમાં જો પાંચમા દિવસની રમત પણ રદ્દ થાય છે તો ટેસ્ટ ક્રિકેટમાં આવું ૧૩૪ વર્ષમાં આઠમી વખત બનશે.
બન્ને ટીમની સ્થિતિ એવી છે કે તે હોટેલના રૂમમાંથી બહાર જ નીકળી રહી નથી. પાંચમા દિવસે એવી આશા છે કે હવામાન ચોખ્ખું થવાથી મેચ રમાઈ શકશે પરંતુ કોઈ પ્રકારનું પરિણામ આવશે નહીં. એક પણ બોલ ફેંકાયા વગર મેચ રદ્દ થઈ હોય તેવું સૌથી પહેલી વખત ઑગસ્ટ-૧૮૯૦માં બન્યું હતું. આ મેચ ઑસ્ટે્રલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી.