અફઘાનને ધોઈ નાખતું વિન્ડિઝ
વેસ્ટ ઈન્ડિઝ-અફઘાન વચ્ચે એક એવો મુકાબલો થયો જેણે વર્લ્ડકપમાં અનેક રેકોર્ડ બનાવ્યો છે. ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં વિન્ડિઝે પાંચ વિકેટના ભોગે ૨૧૮ રન બનાવ્યા હતા. આ સાથે જ વિન્ડિઝ ટીમે ડેરેન સૈમી સ્ટેડિયમમાં આ વર્ષના ટી-૨૦ વર્લ્ડકપનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આમ તો આ બન્ને ટીમ સુપર-૮ માટે ક્વોલિફાય થઈ ગઈ હોવાથી મેચ ઔપચારિક જ હતી. વિન્ડિઝ વતી નિકોલસ પુરને ૯૮ રન બનાવ્યા હતા. આ ઉપરાંત જોન્સન ચાર્લ્સેે ૪૩, શાઈ હોપે ૨૫ અને રોવમેન પોવેલે ૨૬ રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનની ટીમ ૧૬.૨ ઓવરમાં ૧૧૪ રને આઉટ થઈ ગઈ હતી. વિન્ડિઝ વતી ઓબેદ મેકોયે ૩, અકીલ હુસૈને બે અને ગુડાકેશ મોતીએ ૨ વિકેટ ખેડવી હતી.