મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાડીનો કાફલો અટકાવી સિવિલના મેદાનમાં દર્દીઓને મળ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સંવેદનશીલતા સૌને સ્પર્શી ગઇ
રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સવારે 10.33 વાગ્યે નવી કેથ લેબ્ાનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં તેમનો કાફલો પરત ફરી રહ્યો હતો અને 3 ગાડીઓ સિવિલ હોસ્પિટલના દરવાજા સુધી પહોંચી ગઇ હતી ત્યાં અચાનક મુખ્યમંત્રી પોતાની ગાડી અટકાવી અને મેદાનમાં ઊભેલા દર્દીઓને મળ્યા હતા. દર્દીઓને તેમણે સિવિલ હોસ્પિટલમાં કાંઇ તકલીફ તો નથી પડતીને? એવો પ્રશ્ન પૂછ્યો હતો અને 8 મિનિટ સુધી દર્દીઓની રજૂઆત સાંભળી હતી. બ્ાાદમાં તેમણે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદીને આ બધી સમસ્યાઓ અંગે યોગ્ય પગલાં લેવા આદેશ કર્યો હતો. મુખ્યમંત્રીની આ મુલાકાત અત્યંત લાગણીસભર બની ગઇ હતી. હોસ્પિટલમાં ઊભેલા સેંકડો દર્દીઓ દેખીતી રીતે જ મુખ્યમંત્રીની સંવેદના નિહાળી ભાવવિભોર થઇ ગયા હતા.
દર્દીઓએ મુખ્યમંત્રી સમક્ષ અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇમરજન્સી વિભાગ અને એક્સ-રે વિભાગ અત્યંત દૂર છે. ઇમરજન્સીના સંજોગોમાં પણ થતો વિલંબ દર્દી માટે જોખમી બ્ાની શકે છે. અનેક દર્દીઓએ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓના તોછડા અને સંવેદનહિન વર્તન અને અભિગમ અંગે ફરિયાદ કરી હતી. કેટલાક દર્દીઓએ કહ્યું હતું કે, પગમાં ફ્રેક્ચર હોય તેવા સંજોગોમાં પણ સ્ટે્રચર અને વ્હીલ ચેર ન મળતાં હાથઘોડીના સહારે ચાલવું પડે છે. દવા લેવા માટે અનેક ધક્કા થાય છે અને મેડિકલ સ્ટોર પણ દૂર આવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શાંતિથી આ રજૂઆતો સાંભળી હતી અને આ તમામ સમસ્યાઓનો બ્ાનતી ત્વરાએ ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીની વિદાય પછી પણ આખો દિવસ તેમણે દર્દીઓ સાથે કરેલી મુલાકાતનો વિષય ચર્ચાતો રહ્યો હતો.