રાજકોટ જિલ્લામાં વીજળી પડવાથી વધુ 3 પશુના મોત
ધોરાજીના મોટી પરબડી ગામે 1 ભેંસ, પાટણવાવ ગામે 2 બળદના મોત
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગાજ-વીજ સાથે પડી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવો પણ બની રહ્યા છે. તેવામાં વીજળી પડવાથી રાજકોટ જિલ્લામાં વધુ 3 પશુના મોત થયાનું જાણવા મળ્યું હતું.
ચોમાસાના આગમન સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ વીજળીના કડાકા-ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. રાજકોટ જિલ્લામાં વીજળી પડવાને કારણે અગાઉ પણ પશુના મોત થયા હતા. તેવામાં જિલ્લા પંચાયતના કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે જિલ્લામાં વીજળી પડવાને કારણે વધુ 3 પશુના મોત થયા હતા. જેમાં ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે 1 ભેંસ અને ધોરાજીના પાટણવાવ ગામે 2 બદળના મોત થયા હતા.