રાજકોટ ક્યારેય પ્લાસ્ટિકમુક્ત બનશે જ નહીં ?
દરરોજ ડ્રાઈવ ચાલે છે’ને પ્લાસ્ટિકનો જથ્થો પકડાય છે
રાજકોટમાં કદાચ દારૂ અને પ્લાસ્ટિકબંધી ક્યારેય થઈ જ નહીં શકે તેવી સ્થિતિ અત્યારે નિર્માણ પામી રહી છે. પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે તેની વારંવાર માર્ગદર્શિકા અપાવા છતાં લોકો તેનો વપરાશ કરવાનું બંધ કરી રહ્યા નથી. બીજી બાજુ મહાપાલિકા દ્વારા પ્લાસ્ટિક વિરુદ્ધ દરરોજ ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને દરરોજ મોટી સંખ્યામાં જથ્થો પકડાઈ રહ્યો છે.
દરમિયાન શનિવારે કરવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન શડેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ૭૧ વેપારીઓ પાસેથી ૫.૫૯૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાયું હતું જે બદલ ૧૭૩૧૭ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.