જેલમાં બંધ સોનમ વાંગચૂકને મળ્યું બહુમાન : ટાઈમ મેગેઝિનની યાદીમાં ચમક્યા, 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025 માટે પસંદગી
ટાઈમ મેગેઝિન દ્વારા ‘ધ 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025’ની યાદી જાહેર કરાઇ છે. આ ક્લાઇમેટ લીડર્સમાં ભારતીય પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકની પણ પસંદગી કરાઇ છે. મેગેઝિને વાંગચુકને આ યાદીમાં સ્થાન આપવા અંગે કહ્યું કે, ‘સોનમ વાંગચુક ભારતના જાણીતા એન્જિનિયર, શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર છે.’
વાંગચૂક છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી દેશની સુરક્ષા સામેના ખતરાના આરોપસર જેલમાં બંધ છે. આ દરમિયાન વાંગચુકના પત્નીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી સરકાર પર પ્રહાર કર્યો છે. એમની સામે ત્યાચાર કરાયાનું જણાવ્યું હતું.
લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કરતી વખતે, ગયા મહિને જ સોનમ વાંગચુકની ધરપકડ કરાઈ હતી. જે પછી હવે ટાઈમ દ્વારા સન્માન અપાતા વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકતા લખ્યું છે કે, ‘ટાઈમ મેગેઝિને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં વાંગચુકને સામેલ કર્યા છે અને આપણી સરકાર તેમને એન્ટિ નેશનલ કહી રહી છે. તેઓ કહે છે કે, વાંગચુકથી દેશની સુરક્ષાને ખતરો છે.’
While his own Government is busy proclaiming @Wangchuk66 an anti-national and a threat to national security under the NSA, the #TimeMagazine is celebrating him as “the world’s most influential leaders driving business to real climate action” in its 2025 #TIME100Climate list!…
— Gitanjali J Angmo (@GitanjaliAngmo) October 31, 2025
વાંગચુકે કૃત્રિમ ગ્લેશિયર બનાવવાની ટેકનિક શોધીને લદાખની પાણીની તંગીની મુશ્કેલીને હળવી કરી દીધી છે. આ ઉપરાંત તેઓ છેલ્લા એક દાયકાથી પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ તેમજ પર્યાવરણની જાળવણી અંગે કામગીરી કરી રહ્યા હતા. તેમણે સ્થાનિક લોકો માટે ઇકો-ફ્રેન્ડલી રહેઠાણ, ઓર્ગેનિક ખેતી અને સોલાર વિલેજ જેવા પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું.
ગત 10 સપ્ટેમ્બરે લદાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે એમણે ભૂખ હડતાળ શરૂ કરી હતી અને આંદોલન શરૂ થઈ ગયું હતું. સરકારે એમની ધરપકડ કરી લીધી હતી. નવી પેઢીને ઉશ્કેરવાનો એમના પર આરોપ પણ મુકાયો છે.
